Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમનેશનલ

મંદિર-પોલીસ સ્ટેશનના વીડિયો પાક મોકલતા 4 આતંકી સકંજામાં, જિગાના પિસ્તોલથી મચાવવાના હતા તબાહી

Thu, July 2 2026

દિલ્હીની ધરતીને લાલ કરવાનું પાકિસ્તાની ISIનું ખતરનાક કાવતરું દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે નિષ્ફળ બનાવ્યું છે. પંજાબ અને દિલ્હીમાં તાબડતોડ દરોડા પાડીને ચાર આતંકીઓને દબોચી લેવાયા છે જેઓ રાજધાનીના મંદિરો અને પોલીસ સ્ટેશનોના વીડિયો પાકિસ્તાન મોકલીને મોટા હુમલાની તૈયારી કરી રહ્યા હતા.

આંતરરાજ્યીય ઓપરેશનમાં મોટી સફળતા 

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક મોટા આંતરરાજ્યીય ઓપરેશનમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સમર્થિત આતંકવાદી અને હથિયાર તસ્કરી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ડીસીપી પ્રવીણ કુમાર ત્રિપાઠીના માર્ગદર્શનમાં એસીપી વિવેક કુમાર ત્યાગી, ઇન્સ્પેક્ટર સતીશ રાણા અને ઇન્સ્પેક્ટર અશોકની ટીમે ટેક્નિકલ અને ખુફિયા ઇનપુટના આધારે પંજાબ અને દિલ્હીથી ચાર આતંકીઓની ધરપકડ કરી છે.

કોણ છે પકડાયેલા આતંકી? 

પકડાયેલા આરોપીઓમાં અમૃતસરના શુભદીપ સિંહ ઉર્ફે વિશાલ, ગુરજંત સિંહ ઉર્ફે ઋષિ, સાજન સિંહ ઉર્ફે હની અને દિલ્હીથી પકડાયેલો ગગનપ્રીત સામેલ છે. આ તમામ પાકિસ્તાનમાં બેઠેલા ISI હેન્ડલર શાહઝાદ ભટ્ટીના ઈશારે કામ કરતા હતા. શાહઝાદ ભટ્ટી દિલ્હી-NCRમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવા માટે પંજાબના યુવાનોને પોતાના જાળમાં ફસાવી રહ્યો હતો.

આ પણ વાંચો: IPS અનુપમસિંહ ગેહલોત બન્યા અમદાવાદના નવા પોલીસ કમિશનર

ડ્રોનથી આવતા હતા હથિયાર, મંદિરની રેકી 

શુભદીપ સિંહની પૂછપરછમાં ખુલાસો થયો કે તે પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સીધા સંપર્કમાં હતો અને ડ્રોનના માધ્યમથી હથિયાર તેમજ ડ્રગ્સની ખેપ મેળવતો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ગગનપ્રીત નામના આતંકીને દિલ્હીના પોલીસ સ્ટેશનો, પોલીસ ચોકીઓ અને મુખ્ય ધાર્મિક સ્થળોની રેકી કરવાનું કામ સોંપાયું હતું. તેણે આ સ્થળોના વીડિયો બનાવીને પાકિસ્તાન મોકલ્યા હતા. તેને દિલ્હીમાં કોઈ સ્થળે તાબડતોડ ફાયરિંગ કરીને આતંક ફેલાવવાનું ટાસ્ક પણ આપવામાં આવ્યું હતું.

શું મળ્યું આતંકીઓ પાસેથી? 

પોલીસે આરોપીઓ પાસેથી તુર્કી મેડ જિગાના પિસ્તોલ સહિત બે વિદેશી પિસ્તોલ, નવ કારતૂસ અને પાંચ મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. શુભદીપ પાસેથી એક સેમી-ઓટોમેટિક પિસ્તોલ, પાંચ કારતૂસ અને બે મોબાઇલ મળ્યા, જ્યારે ગુરજંત અને સાજન પાસેથી જિગાના પિસ્તોલ અને ચાર કારતૂસ મળ્યા. ગગનપ્રીતના મોબાઇલમાંથી અનેક આપત્તિજનક પુરાવા મળ્યા છે જેમાં રેકીના વીડિયો સામેલ છે.

કેસ નોંધીને વધુ તપાસ શરૂ 

સ્પેશિયલ સેલે ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક ડ્રોનથી હથિયારોની તસ્કરી કરતું હતું અને દિલ્હીમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતું. સમયસર મળેલી બાતમી અને ઝડપી કાર્યવાહીના કારણે દિલ્હીને ધ્રુજાવવાનું કાવતરું નિષ્ફળ ગયું છે.

Tags:

breakingnewsCounterTerrorismCrimeNewsIndiaNewsIntelligenceOperationsJigaPistolLawEnforcementNationalSecurityPakistanPoliceActionPublicSafetySecurityForcesTempleSecurityTerrorismTerroristArrest

Share Article

Other Articles

Previous

સજા પૂરી કરી ચૂકેલા 188 ભારતીયોને તુરંત છોડવા  પાકિસ્તાનને ભારતની આકરી નોટિસ

Next

IPS અનુપમસિંહ ગેહલોત બન્યા અમદાવાદના નવા પોલીસ કમિશનર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
સ્પોર્ટ્સ
એશિયન ગેમ્સમાં ભારતના 504 ખેલાડી જશે: આ વખતે 157નો ઘટાડો
10 કલાક પહેલા
બિગ બોસ-20માં નહીં જોવા મળે લલિત મોદી
10 કલાક પહેલા
રાહુલ ગાંધી સામેના સંપત્તિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટ, ઈડી અને સીબીઆઈની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની રોક
10 કલાક પહેલા
ઇથેનોલ માટે ખેતી વધશે તો અન્ય પાકો માટે જમીન અને પાણીની અછત સર્જાવાનો ખતરો
10 કલાક પહેલા
Categories

નેશનલ

3468 Posts

Related Posts

ફોટો માટે BJP નેતાએ કાર્યકર્તાને મારી લાત !! રાવસાહેબ દાનવેનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભારતને મળ્યો આસાન 200 રનનો ટાર્ગેટ
બ્રેકિંગ ન્યૂઝ
3 વર્ષ પહેલા
આધાર ફ્રી થશે પણ LPG-CNG મોંઘા, તમારા ખિસ્સા પર પડશે ડબલ અસર
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
ટ્રાફિક માટે પોલીસને જવાબદાર ગણવામાં આવે છે પણ નિયમોનું પાલન ન કરતા લોકો પણ ટ્રાફિક અને અકસ્માત નોતરે..જુઓ વીડિયો..
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર