મોદી સરકારના શાસનના 12 વર્ષ: દેશભરમાં વિશેષ ઉજવણી
વિકાસ, જનકલ્યાણના’ થીમ પર આધારિત, રાષ્ટ્રવ્યાપી મેગા અભિયાન 21 જૂન સુધી ચાલશે; મંત્રીઓ, નેતાઓ પ્રગતિ-પથ યાત્રામાં જોડાશે, અનેક કાર્યક્રમો યોજાશે
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે, ભારતીય જનતા પાર્ટી દેશભરમાં વ્યાપક જનસંપર્ક અભિયાન ચલાવશે અને આ માટેનો રોડમેપ બની ગયો છે. ’12 વર્ષ વિશ્વના, વિકાસના, જનકલ્યાણના’ થીમ પર આધારિત, આ રાષ્ટ્રવ્યાપી મેગા અભિયાન 5 જૂનથી શરૂ થયું છે જે 21 જૂન સુધી યોજાઈ રહ્યું છે.
આ અવસરને યાદગાર બનાવવા માટે કેન્દ્રના તમામ મંત્રીઓ અને ભાજપના નેતાઓ પ્રગતિ-પથ યાત્રામાં જોડાશે. ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને વડાપ્રધાન માટે પ્રાર્થના કરશે. દેશભરમાં ઉજવણીનો તખ્તો ગોઠવી દેવાયો છે.
આ ખાસ ભાજપ અભિયાનની મુખ્ય વિશેષતાઓ છે. ઘરે ઘરે સંપર્ક અને ‘પ્રગતિ માર્ગ યાત્રા નીકળશે જેમાં ભાજપના મંત્રીઓ, સાંસદો અને નેતાઓ જોડશે. પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો દરેક વિધાનસભા મતવિસ્તારમાં એક દિવસ વિતાવશે અને જનતા સાથે સીધો સંપર્ક કરશે અને ભારતીય જનતા પાર્ટી સરકારની સિદ્ધિઓ ધરાવતી પુસ્તિકાનું વિતરણ કરશે.
આ પણ વાંચો: નેહરુનો રેકોર્ડ તોડ્યો : નરેન્દ્ર મોદી બન્યા સતત ૪૩૯૯ દિવસના શાસક
એ જ રીતે દરેક વિધાનસભા ક્ષેત્રમાં ‘પ્રગતિ માર્ગ યાત્રા’ પણ યોજાશે. જનજાગૃતિ શિબિરનું પણ આયોજન થશે. આ સમય દરમિયાન, આયુષ્માન ભારત, પીએમ સૂર્ય ઘર અને લખપતિ દીદી જેવી મુખ્ય યોજનાઓ માટે નોંધણી શિબિરો યોજાશે. વૃક્ષારોપણ કરવામાં આવશે અને આ કાર્યક્રમ 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સાથે સમાપ્ત થશે.
આજે વડાપ્રધાનની એનડીએ નેતાઓ, મુખ્યમંત્રીઓ સાથે બેઠક
વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર ભાજપ કેમ્પમાં ઉત્સાહ વ્યાપી ગયો છે. આ તકે વડાપ્રધાન મોદી આજે દિલ્હીમાં મહા બેઠક કરવાના છે. જેમાં એનડીએના બધા જ નેતાઓ તથા એનડીએ-શાસિત 22 રાજ્યોના સીએમ અને નાયબ સીએમ હાજરી આપશે. આ તકે વડાપ્રધાન કોઈ મહત્વની જાહેરાત પણ કરશે તેમ મનાય છે.
