શું તમે પણ રોજ લિપસ્ટિક લગાવો છો તો ચેતજો !! થઈ શકે છે આ પાંચ નુકસાન, વાંચો માહિતી
લિપસ્ટિક મેક અપમાં મહત્વનો ભાગ ભજવે છે. તમે ગમે તેટલો સારો મેક અપ કરો, પરંતુ લિપસ્ટિક કરતા નથી તો ફેસ સારો લાગતો નથી અને જાણે કંઇક બાખી હોય એમ લાગે છે. હાલનું જીવન એવું થઈ ગયું છે કે રોજિંદા જીવનમાં લિપસ્ટિકનો સમાવેશ કરવો પડે છે. લોકોની લાઈફસ્ટાઈલ પણ એવી થતી જાય છે અને ઓફિસમાં સ્ટાઈલીશ લુક માટે પણ મહિલાઓ લિપસ્ટિકનો રોજ ઉપયોગ કરે છે. આજકાલ, છોકરીઓ ભલે સંપૂર્ણ મેક-અપ કરતી હોય, પરંતુ તેઓ ક્યારેય લિપસ્ટિક લગાવ્યા વિના ઘરની બહાર નીકળતી નથી. પરંતુ શું તમે જાણો છો કે દરેક સમયે લિપસ્ટિક લગાવવાથી તમારા હોઠને ઘણું નુકસાન થાય છે.
લિપસ્ટિક એક એવી જ મેકઅપ પ્રોડક્ટ છે, જે તમને દરેક ઉંમરની મહિલાઓ સાથે જોવા મળશે. કૉલેજ જતી યુવતીઓથી લઈને ઑફિસ જતી મહિલાઓ પોતાની બેગમાં અનેક રંગોની લિપસ્ટિક રાખવાનું પસંદ કરે છે. આઉટફિટ સિવાય લિપસ્ટિક પણ મેકઅપ સાથે મેચ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તે મહિલાઓમાંથી છો જે હંમેશા લિપસ્ટિક પહેરવાનું પસંદ કરે છે, તો પહેલા જાણો તેના ગેરફાયદા. દરેક સ્ત્રીને આ ગેરફાયદાઓ વિશે જાણવું જોઈએ, જેથી તે તેના હોઠ પર ખરાબ અસરથી બચી શકે. આમ કરવાથી તમારા હોઠની ચમક જળવાઈ રહેશે.
હોઠ પર શુષ્કતા
જો તમે દરરોજ લિપસ્ટિક લગાવો છો, તો તેમાં રહેલા રસાયણો હોઠની સુંદરતા છીનવી શકે છે. જેના કારણે હોઠ શુષ્ક, તિરાડ અને તેમ બળતરા થઈ શકે છે. તેથી હંમેશા લિપસ્ટિક ન લગાવવાનો પ્રયાસ કરો.
કુદરતી રંગ પ્રભાવિત થશે
હંમેશા લિપસ્ટિક પહેરવાથી હોઠનો કુદરતી રંગ ફિક્કો પડી શકે છે. તેનું કારણ એ છે કે લિપસ્ટિકમાં ઘણા પ્રકારના કેમિકલ હોય છે, જે હોઠના રંગને અસર કરી શકે છે.
એલર્જી થવાનું જોખમ છે
ઘણી વખત એવું બને છે કે હોઠ માત્ર શુષ્ક જ નથી થતા, પરંતુ એલર્જીનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, હંમેશા લિપસ્ટિક ન લગાવાનો પ્રયાસ કરો અને જો તમે તેને લગાવી રહ્યા છો, તો તેની ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખો.
હોઠ પર ડાર્ક સ્પોટ્સ
વધુ પડતી લિપસ્ટિક લગાવવાથી હોઠ પર ડાર્ક સ્પોટ્સ પડી જાય છે, જે ખૂબ જ ખરાબ દેખાય છે. આ ફોલ્લીઓના કારણે હોઠની ત્વચા કાળી થવા લાગે છે.
હાનિકારક તત્વો શરીરમાં પ્રવેશે છે
ઘણી છોકરીઓને લિપસ્ટિક ચાટવાની આદત હોય છે, જેના કારણે તેમના શરીરમાં હાનિકારક તત્વો પ્રવેશ કરે છે. આ શરીરને નુકસાન પણ કરી શકે છે. આવી સ્થિતિમાં લિપસ્ટિકનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળો.