ઇઝરાયલને કોણે આપી ધમકી ? વાંચો
હમાસે ઇઝરાયલ પર ફરીવાર જોરદાર હુમલો કરી દીધો હતો અને રવિવારે મિસાઇલમારો કરવામાં આવ્યો હતો અને તેને પગલે તેલ અવિવમા સાયરનો ગાજી ઉઠી હતી. ઇઝરાયલની સેનાએ સંભવિત રોકેટ હુમલા સામે લોકોને સાવચેત કરી દીધા હતા.
દરમિયાનમાં ઈઝરાયલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને આઠ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ઈઝરાયલી સેનાએ ગાઝા શહેરને નરક બનાવી દીધા બાદ હવે ઉત્તર ગાઝા શહેરના રાફામાં મોટો હુમલા કરવાની તૈયારી કરી દીધી છે, ત્યારે ઈરાનના સમર્થક આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે ઈઝરાયલને ચેતવણી આપી છે. તેણે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને બિગ સરપ્રાઈઝ માટે તૈયાર રહેવા ધમકી આપી હતી.
હિઝબુલ્લાએ ધમકી આપતા કહ્યું છે કે, અમે ઈઝરાયલ પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છીએ. લેબનાનના આતંકવાદી સંગઠના ટોચના નેતાએ એક નિવેદનમાં કહ્યું છે કે, અમે ઈઝરાયલને બિગ સરપ્રાઈઝ આપવાની તૈયારી કરી દીધી છે અને આ સરપ્રાઈઝ તેઓ હંમેશા યાદ રાખશે.
હિઝબુલ્લાહના કમાન્ડર હસવ નસરલ્લાહે એક ટેલીવિઝન પર સંબોધન કરી ચેતવણી આપી છે કે, ‘અમે પેલેસ્ટાઈનીઓની સમસ્યા સાથે હંમેશા ઉભા રહીશું. ઈઝરાયેલ બિગ સરપ્રાઈઝ માટે તૈયાર રહે. અમે ટુંક સમયમાં એવો બદલો લઈશું કે જેને ઈઝરાયેલ હંમેશા યાદ રાખશે.’ ઉલ્લેખનીય છે કે, લેબનાનમાં ગૃહયુદ્ધ શરૂ થયા બાદ હિઝબુલ્લાહ ખૂબ ચર્ચામાં આવ્યો છે, ઈરાન હિઝબુલ્લાને હથિયારો અને નાણાં આપતા હોવાનો આરોપો લાગતા રહ્યા છે.