ગુજરાતમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ : CM ભુપેન્દ્ર પટેલે કરી જાહેરાત, સુપ્રિમ કોર્ટના પૂર્વ જસ્ટીસની અધ્યક્ષતામાં કમિટીની રચના થશે
ગુજરાત સિવિલ કોડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ દાખલ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજ રોજ પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપવામાં આવી હતી. ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુસીસી લાગુ થશે. સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવશે જે 45 દિવસમાં રિપોર્ટ સરકારને આપશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. યુનિયન સિવિલ કોડ (યુસીસી) ની સમિતિની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામા આવી છે. આ વિશે મીડિયા સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારત દેશમાં આપણે સંવિધાનના 75 વર્ષની ઉજવણી કરી રહ્યાં છે. ત્યારે પ્રધાનમંત્રીએ દેશમાં કોમન સિવિલ કોડ લાગુ નિર્ણય લીધો છે. ભાજપ દ્વારા જે વચનો આપવામાં આવે તે પૂરા કરે છે. ગુજરાતમાં વરસાદ તમામ નાગરિકોને તમામ નાગરિક હક્ક મળે તેવી આગળ વધી રહી છે. ભાજપની સરકારનું એક વ્યવહાર રહ્યો છે જે બોલે એનું પાલન કર્યા. ગુજરાતમાં કે દેશમાં ભાજપ દ્વારા જેટલા વચનો આપવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવ્યું છે, બધા જ કામોનું મહત્વ આપીને કામ પૂરો કરવામાં આવે છે.
વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં કોમન સિવિલ કોડ લાગુ થાય તે માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે. તેમાં પાંચ સભ્યોની સમિતિ હશે. જેમાં સીએલ મીના(વરિષ્ઠ આઈએસ અધિકારી), એડવોકેટ આરસી બોડેકર, દક્ષેશ ઠાકર, ગીતાબેન શ્રોફ સામેલ છે. આ સમિતિ તમામ પાસાનો અભ્યાસ કરીને 45 દિવસમાં પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે. ત્યારબાદ રાજ્ય સરકારે યોગ્ય નિર્ણય કરશે.
કમિટિમાં કોણ કોણ સામેલ
- રંજના દેસાઈ, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ
- આર.સી કોડેકર, સિનિયર એડવોકેટ
- એલ.સી મીના, નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અધિકારી
- દક્ષેસ ઠાકર, ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર
- ગીતા શ્રોફ, સામાજિક કાર્યકર
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આ રિપોર્ટને સમજ્યા રિવ્યુ કર્યા બાદ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. આ કોઈ એક સમાજ માટેનો કાયદો નથી. તમામ સમાજ માટે લાગુ પડે એ માટેનું કાયદો છે. રિસર્ચ માટે જ આ કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં જેટલા પણ લોકો છે એ તમામ ધર્મના લોકો છે. કમિટીના સભ્યો દરેક ધર્મના લોકોને મળશે. ધર્મ સાથે જોડાયેલા અગ્રણીઓને આ કમિટિ મળ્યા પછી જ રિપોર્ટ આપશે. અમે નિષ્પક્ષ અને ટ્રાન્સપરન્સીથી કામ કરનાર સહકાર છે. એટલે માટે કમિટી બનાવી છે તમામ લોકોને સાંભળીને સમાન રીતે નિર્ણય લેવાય. કાયદો બનશે એટલે બહાર આવશે જ. રિપોર્ટ કરતા કાયદો બને છે એટલે પબ્લિકમાં આવશે.