ઇઝરાયલની રાજધાની પર કોણે કર્યો હુમલો ? કેટલા મોત ? વાંચો
શુક્રવારે અચાનક ઇઝરાયેલની રાજધાની તેલ અવીવમાં યુદ્ધના સાયરનનો અવાજ શરૂ થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજધાની તેલ અવિવ પર એક શંકાસ્પદ ડ્રોને હુમલો કર્યો હતો. આ હુમલામાં એક નાગરિકનું મોત થયું હતું અને ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હતા.
યમનના હુથી વિદ્રોહી જૂથે આ હુમલાની જવાબદારી લીધી છે. શુક્રવારે, તેના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે અમે અધિકૃત પેલેસ્ટાઈનમાં ‘તેલ અવીવ’ને નિશાન બનાવ્યું છે. આ લડાઈ હવે આગળ વધી શકે છે ઇઝરાયલ વળતો હુમલો કરી શકે છે.
હુમલા બાદ ઈઝરાયેલી સેનાએ એક નિવેદન બહાર પાડ્યું હતું અને કહ્યું કે તેણે યુએસ એમ્બેસી ઓફિસ પાસે થયેલા પ્રચંડ વિસ્ફોટની તપાસ શરૂ કરી દીધી છે. અમે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે શા માટે દેશની હવાઈ સંરક્ષણ પ્રણાલી “એરિયલ ટાર્ગેટ”ને રોકવા માટે સક્રિય ન હતી. આ હુમલા બાદ ઈઝરાયેલે હવાઈ પેટ્રોલિંગ વધારી દીધું હતું.
ઘટના સ્થળ સીલ
હુમલા અંગે માહિતી આપતા ઈઝરાયેલ પોલીસે જણાવ્યું કે વિસ્ફોટ સ્થળની નજીકના એક એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો અને દરેક પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. વિસ્ફોટના સ્થળના ફૂટેજમાં શહેરના રસ્તાઓ પર તૂટેલા કાચ વિખરાયેલા જોવા મળ્યા હતા, જ્યારે વિસ્ફોટના નિશાનોવાળી ઇમારતની નજીક લોકોની ભીડ જોવા મળી હતી. ઘટના સ્થળ સીલ કરી દેવામાં આવ્યું છે.
