અમેરિકા સહિતના દેશોએ પોતાના નાગરિકોને શું આપી સલાહ ? વાંચો
હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયલ પર સતત હુમલા થઈ રહ્યા છે અને રોકેટમારો થઈ રહ્યો છે ત્યારે અમેરિકા, બ્રિટન, ફ્રાંસ અને કેનેડા સહિતના દેશોએ પોતાના નાગરિકોને સલાહ આપી હતી કે જેમ બને તેમ જલ્દી દેશ છોડી દેવો હિતાવહ છે.
અમેરિકી વિદેશ વિભાગ દ્વારા એડવાઇઝરી બહાર પાડીને એવી સલાહ અપાઈ હતી કે અત્યારે હવાઈ સેવા ઉપલબ્ધ છે ત્યારે જલ્દીથી લેબેનોન છોડી દેવું જોઈએ. આગામી કેટલાક દિવસોમાં સ્થિતિ અત્યંત ખરાબ થવાની દહેશત છે માટે દેશ ખાલી કરી દેવો જરૂરી છે.
સપ્તાહ પહેલા જ ઇઝરાયલના પીએમ નેતનયાહૂએ યુધ્ધ કેબિનેટમાં એવું એલાન કર્યું હતું કે હમાસ સાથે લડાઈ બાદ હવે હિઝબુલ્લાહ સાથે સીધી ટક્કરનો સમય આવી ગયો છે. સાથે હિઝબુલ્લાહ પર હુમલા વધારી દેવાની સૂચના પણ આપી હતી.
હિઝબુલ્લાહ પણ ઇઝરાયલ પર હુમલા કરી રહ્યું છે અને આ લડાઈ હવે બહુ લાંબી ચાલશે તેવા અણસાર છે. આ માટે સલામતી ખાતર અનેક દેશોએ પોતાના નાગરિકોને દેશ છોડી દેવાની સલાહ આપી છે. ઈજરાયલ દ્વારા હવાઈ હુમલા શરૂ થઈ ગયા છે માટે અનેક દેશો ચિંતામાં મુકાયા છે.