ડોનાલ્ડ ટ્રમ્પના વિજયથી યુક્રેન ભારે ટેન્શનમાં અબજોની સહાય પર અંકુશ આવવાનો ભય
યુક્રેનને સહાય કરવાનો ટ્રમ્પ પહેલેથી વિરોધ કરતા રહ્યા છે
અમેરિકી પ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય સાથે જ અનેક આંતરરાષ્ટ્રીય પરિબળોમાં આમૂલ પરિવર્તન આવવાની સંભાવના છે. ખાસ કરીને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ સંદર્ભે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિને કારણે યુક્રેનમાં અકળામણનો માહોલ છવાયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વિજય ભાષણમાં પણ કેટલાક ચોક્કસ નિર્દેશો આપ્યા હતા. તેમણે કહ્યું કે હું યુદ્ધ શરૂ કરવા નહીં પણ યુદ્ધ અટકાવવા માટે આવ્યો છું. દેખીતી રીતે જ તેમનો નિર્દેશ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ પ્રત્યે હતો. તેમણે કહ્યું કે મારા કાર્યકાળ દરમિયાન અમેરિકાએ આઇએસઆઇએસનો સફાયો કર્યો તેને બાદ કરતા એક પણ યુદ્ધ નહોતું. ઉલ્લેખનીય છે કે તેમના પ્રથમ કાર્યકાળ દરમ્યાન તેમણે નોર્થ કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઉન સાથે પણ સિંગાપુરમાં ઐતિહાસિક બેઠક કરી હતી. આજે નોર્થ કોરિયા અને રશિયા વચ્ચેની સાંઠગાંઠ વધુ મજબૂત બની છે અને મોટી સંખ્યામાં નોર્થ કોરિયાના સૈનિકો પણ યુક્રેન સામેનું યુદ્ધ લડી રહ્યા છે ત્યારે જો અમેરિકી સહાય પર અંકુશ આવે તો યુક્રેન માટે કફોડી સ્થિતિ સર્જાઈ શકે છે.
એ તો સર્વવિદિત છે કે અમેરિકા અને અમેરિકાના દબાણને વશ થઈ તેના યુરોપના સાથી દેશો દ્વારા યુક્રેને ને અબજો ડોલરની નાણાકીય અને શસ્ત્રોની સહાય કરવામાં આવી છે અને તેના થકી જ યુક્રેન યુદ્ધમાં ટકી શક્યું છે. બીજી તરફ યુક્રેનને આપવામાં આવતી આ જંગી સહાયનો ટ્રમ્પ પહેલેથી જ જાહેરમાં વિરોધ કરતા રહ્યા છે. આ સંજોગોમાં તેઓ કાર્યભાર સંભાળે તે સાથે જ યુક્રેન ને મળતી સહાય ઉપર અંકુશ આવવાની સંભાવના છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ અગાઉ માત્ર 24 કલાકમાં જ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવી દેવાનો દાવો કર્યો હતો. જાણકારોના મતે અમેરિકા સહાય બંધ કરે તો રશિયાની શરતે યુક્રેને યુદ્ધવિરામ અંગે સમજૂતી કરવી પડે તેવા સંજોગો સર્જાઈ શકે છે.ખુદ અમેરિકા ખાતાના યુક્રેનના એમ્બેસેડર એલંગ સામસુરે ટ્રમ્પ ના વિજયને કારણે યુક્રેન ઉપર ગંભીર ખતરો ઊભો થવાનો ભય દર્શાવ્યો હતો. પોતાના પ્રચાર દરમિયાન પણ યુક્રેનને ટેકો આપવા અંગે એક પણ ઉચ્ચારણ નહોતું કર્યું.
મૂળ વડોદરાના કશ્યપ ‘ કાશ ‘પટેલ CIA ના ડાયરેક્ટર બને તેવી સંભાવના
ડોનાલ્ડ ટ્રમ્પના વિજય સાથે જ ભારતીય મૂળ ધરાવતા કશ્યપ પટેલનો સિતારો આસમાનને આંબશે તેવા નિર્દેશો પ્રાપ્ત થઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીકના સાથી એવા કશ્ય પટેલની CIAના ડાયરેક્ટર પદે નિમણૂક થવાની સંભાવનાઓ પ્રબળ બની છે.કશ્ય પટેલના માતા પિતા પૂર્વ આફ્રિકામાં રહેતા હતા. 1970 માં એ દી અમીનના અત્યાચાર બાદ તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા. 1980 માં ન્યૂયોર્ક ખાતે કશ્યપ પટેલનો જન્મ થયો હતો. તેમણે અંડર ગ્રેજ્યુએટ અભ્યાસ યુનિવર્સિટી ઓફ રીચમોંડમાં કર્યો હતો. બાદમાં લો ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. યુકેમાં તેમણે સર્ટિફિકેટ ઓફ ઇન્ટરનેશનલ લો ની પ્રતિષ્ઠા ભરી ડિગ્રી મેળવી હતી. 2019 માં તેઓ એક વકીલની હેસિયતથી ટ્રમ્પના વહીવટી તંત્ર સાથે જોડાયા હતા અને બાદમાં કાબેલિયતના જોરે તેમની પ્રગતિ થતી રહી હતી. કશ્યપ પટેલે પૂર્વ કાર્યવાહક રક્ષા મંત્રી ક્રિસ્ટોફર મિલરના ચીફ ઓફ સ્ટાફ તરીકે મહત્વની જવાબદારી નિભાવી હતી. તેમણે ડેપ્યુટી આસિસ્ટન્ટ ઓફ પ્રેસિડેન્ટ તથા નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના કાઉન્ટર ટેરેરિઝમ યુનિટના સિનિયર ડાયરેક્ટર તરીકે પણ ફરજો બજાવી હતી. ઇસ્લામિક આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ નો સફાયો કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની ઝુંબેશ માં તેમણે અગ્રીમ ભૂમિકા ભજવી હતી. આઇએસઆઇએસ અને અલ કાયદાના અલ બગદાદી અને કાસીમ અલ રીમી જેવા નેતાઓના સફાયામાં તેમજ અમેરિકન બનતો ની મુક્તિમાં તેમનું મહત્વનું પ્રદાન હતું. 2016 ની ની અમેરિકાની ચૂંટણીમાં રશિયાના હસ્તક્ષે અંગેની તપાસની જવાબદારી તેમણે નિભાવી હતી. કશ્ય પટેલે હાઉસ પરમેનેન્ટ સિલેક્ટ કમિટી ઓન ઇન્ટેલિજન્સ ના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અને સિનિયર કાઉન્સેલ તરીકે પણ ફરજ બજાવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પૂર્વ કાર્યકાળના અંતિમ દિવસોમાં કશ્યપ પટેલની cid ના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ કેટલાક ચોક્કસ કારણોસર તે શક્ય બન્યું નહોતું. હવે તેઓ ફરી વખત પ્રમુખ બની રહ્યા છે ત્યારે કશ્ય પટેલની સીઆઇએના ડાયરેક્ટર પદે નિમણૂક નિશ્ચિત હોવાનું માનવામાં આવે છે.
ટ્રમ્પ અને ટુડો વચ્ચે બારમો ચંદ્રમાં: ટ્રમ્પે ડોને ફીડલ કાસ્ટ્રોના પુત્ર ગણાવ્યા હતા
ટ્રમ્પના વિજય ને પગલે અમેરિકા અને કેનેડાના સંબંધોમાં ભારે ઓટ આવવાની સંભાવના છે. ટ્રમ્પ અને કેનેડાના ભારત વિરોધી વડાપ્રધાન જસ્ટિન ટુડો વચ્ચે ક્યારેય સુમેળ ભર્યા સંબંધો નથી રહ્યા બલ્કે બંને એકબીજાની સતત ટીકા કરતા રહ્યા છે. ત્યાં સુધી કે ડોનાલ્ડ ટ્રમ્પે તો ક્યુબાના સરમુખત્યાર ફિડલ કાસ્ટ્રો જસ્ટિન સ્ટુડિયોના પિતા હોવાનો ગર્ભિત દાવો પણ કર્યો હતો. જસ્ટિન ટુડો ના માતા અને ફીડેલ કાસ્ટ્રો કોઈક રીતે સંકળાયેલા હોવાનો દાવો ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ‘સેવ અમેરિકા’ નામના પુસ્તકમાં કર્યો હતો.
તેમણે લખ્યું હતું કે, “ઘણા લોકો જસ્ટિન ટુડો ફીડલ કાસ્ટ્રોના પુત્ર હોવાનું માને છે. ટુડો તેનો ઇનકાર કરે છે.
પણ આપણને કેવી રીતે ખબર પડે કે સાચું શું છે?”
ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન અમેરિકા અને કેનેડા વચ્ચેના વચ્ચેના વ્યાપારિક અને વૈચારિક મતભેદો સપાટી ઉપર આવી ગયા હતા. ટ્રમ્પે કેનેડાના સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉપર લાગેલા ટેરીફને જસ્ટિન ટુડોએ અપમાનજનક અને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. એ બાબતે બંને વચ્ચે અને એક વખત ઉગ્ર દલીલો થઈ હતી. ક્યુબેક ખાતે મળેલ G 7 સમિટમાં ટુડોએ ફરી એ મુદ્દો ઉછાળ્યો હતો. સામા પક્ષે ટ્રમ્પે તેમને અતિ અપ્રમાણિક અને નબળા શાસક ગણાવ્યા હતા. નાટોના ડિફેન્સ બજેટ માટે કેનેડાના 2 ટકાના પ્રદાનના વચનનું પાલન પણ ન કર્યો હોવાનો ટ્રમ્પે ટુડો પર આક્ષેપ કર્યો હતો. 2019 માં લંડન ખાતે મળેલી નાટોની સમિટ દરમિયાન ટ્રમ્પના અણધાર્યા વર્તન અંગેની વિશ્વ નેતાઓ સાથે ટુડોની ચર્ચાના વિડીયો વાયરલ થતા વિવાદ વધ્યો હતો. એક તબક્કે ટ્રમ્પે ટુડોને પાગલ ગણાવ્યા હતા. ટ્રમ્પના વિજય સાથે જ કેનેડામાં ચાલતી ભારત વિરોધી ખાલિસ્તાનવાદી પ્રવૃત્તિ ઉપર પણ બ્રેક લાગશે.નોંધનીય છે કે બાઇડેન શાસન દ્વારા એવી પ્રવૃત્તિઓ પ્રત્યે આંખમિચામણા કરવામાં આવ્યા હતા. નિઝર હત્યા કેસમાં ભારતની અંગેના દાવાને પણ ટ્રમ્પ ફગાવી દેશે તેવું માનવામાં આવે છે.
પરાજય બાદ જો બાઇડેન અને કમલા હેરિસ પર ડેમોક્રેટ સમર્થકો વિફર્યા
કમલા હેરીસના પરાજય અને ડોનાલ્ડ ટ્રમ્પના ઓ સામાન્ય વિજય બાદ ડેમોક્રેટિક પાર્ટીમાં નિરાશા અને ગુસ્સાનું વાતાવરણ છે. પાર્ટીના અનેક સમર્થકોએ પક્ષના ભવિષ્ય અંગે શંકા વ્યક્ત કરી હતી. ડેમોક્રેટ ને વફાદાર અનેક દાતાઓ અને કાર્યકરોએ આ ઘોર પરાજય બદલ જો બાઇડેનને જવાબદાર ઠેરવ્યા હતા.
એક સમર્થકે કહ્યું કે જો બાઇડેનની કથળેલી શારીરિક અને માનસિક અવસ્થા બાબતે લોકોને અંધારામાં રાખી
ખોટી માહિતી આપવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની પ્રથમ ડિબેટમાં બાઈડેનના પર્ફોર્મન્સ બાદ તેમની
ક્ષમતા અંગે સવાલો ઊભા થયા છેક તે પછી તેમણે ઉમેદવારી પરત ખેંચી હતી. સમર્થકોનું કહેવું છે કે બાઇડેને પહેલેથી જ ઉમેદવારી કરવાની જરૂર જ નહોતી. સમર્થકોએ એવો રોષ વ્યક્ત કર્યો હતો કે પ્રેસિડેન્ટ બાઇડેનના બધા દાવાઓમાં હા એ હા કરવામાં આવી હતી. કોઈ તેમને ના કહી શકતું નહીં. આ પરાજય માટે જેટલા બાઈડેનજ વાબદાર છે એટલું જ જવાબદાર તેમનું અંતરંગ વર્તુળ છે તેવી ટીકા પણ થવા લાગી છે. ટીકાકારોએ કમલા હેરીસ સામે પણ સવાલો ઉઠાવતા કહ્યું કે કમલા હેરીસે બાઇડેન પ્રત્યેની સમર્પિત વફાદારીને બદલે અલગ નીતિઓની ઘોષણા કરવાની જરૂર હતી. અનેક ડેમોક્રેટ સમર્થકોએ કમલા હેરીસે ABC શો માં આપેલા ઇન્ટરવ્યૂને યાદ કર્યો હતો. તેમાં તેમણે જણાવ્યું હતું કે જો બાઇડેને જે કાંઈ કર્યું તેનાથી અલગ શું થઈ શકે તે બાબતે તેઓ કાંઈ વિચારી પણ શકતા નથી. તેમના એ ઇન્ટરવ્યૂ બાદ ચૂંટણી ચિત્રમાં મોટું પરિવર્તન આવ્યું હોવાનો ડેમોક્રેટ સમર્થકોએ વસવસો વ્યક્ત કર્યો હતો.