પંદર દિવસથી ચાલતાં સેક્સ વીડિયો કૌભાંડથી ત્રસ્ત પરિણીતાની સાયબર ક્રાઈમમાં ફરિયાદઃ સમ્રાટ હોટેલના માલિક ભાવિન મોઢા અને દીપ મોઢા તેમજ સાસુ અંજના મોઢા વિરુદ્ધ ગુનો નોંધાયો
રાજકોટમાં સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવાનો એક નવતર કિસ્સો સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાયો છે જેમાં પુત્રવધૂની ‘લાઈવ સેક્સલીલા’નું જીવંત પ્રસારણ ખાનગી વેબસાઈટ ઉપર કરી કમાણી કરવાનો કારસો રચવામાં આવ્યો હતો. છેલ્લા ૧૫ દિવસથી પુત્રવધૂ અને પોતાના પુત્ર સાથેના શારીરિક સંબંધોનું લાઈવ ટેલિકાસ્ટ કરનાર હોટેલના માલિક અને તેના પુત્ર તેમજ સાસુ વિરુદ્ધ પુત્રવધુએ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે.
શહેરમાં રહેતી પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સમ્રાટ હોટેલના માલિક ભાવિન મોઢા, તેમના પત્ની એટલે કે પરિણીતાના સાસુ અંજનાબેન મોઢા અને તેના પતિ દીપ મોઢા વિર – સાપબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. સસરા ભાવિન મોઢા, સાસુ અંજનાબેન અને પતિ દીપ મોઢાએ પૈસા કમાવા માટે પુત્રવધૂની કામક્રિડાના વીડિયો એક ખાનગી વેબસાઈટ વેચ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
ચેટરબેટ વેબસાઈટ પોતાના વ્યુઅર્સ દ્વારા આ લાઈવ સેક્સ વીડિયો બનાવનાર અને અપલોડ કરનાર એકાઉન્ટ હોલ્ડરને ટોકનમાં રૂપિયા આપે છે જે કોઈ વ્યુઅર્સ આવા વીડિયો કે લાઈવ સેકસ વીડિયો જોઈને તેને કોઈન આપે તે કોઈન એકાઉન્ટ હોલ્ડરના એકાઉન્ટમાં જમા થાય છે અને આ ક્રિપ્ટો ટોકનને કોઈ પણ ચલણમાં તબદીલ કરી શકાય છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કદાચ આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે જેમાં આ એડલ્ટ વેબસાઈટ પર એક દંપતિએ પોતાનું એકાઉન્ટ ખોલાવીને લાઈવ સેક્સના વીડિયો અપલોડ કર્યા હતા.