વિકેન્ડ વિથ OTT : આ ટોપ 5 મુવી અને વેબ સીરીઝ OTT પર થઇ રીલીઝ
ચાહકો ઓટીટી રિલીઝને લઈને ઉત્સાહિત રહેતા હોય છે, કારણ કે દર અઠવાડિયે તેઓ નવી ફિલ્મો અને વેબ સિરીઝની રિલીઝની રાહ જુએ છે. ઓગસ્ટનાં ત્રીજા અઠવાડિયામાં ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઇ છે જે ઓટીટી પર આવી છે.
એમિલી ઈન પેરિસ સીઝન 4 :
‘એમિલી ઇન પેરિસ’ એમિલી કૂપરની આસપાસ સ્ટોરી છે, જે માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકેની પોતાની ડ્રીમ જોબ માટે પેરિસમાં રહે છે અને વર્ક, ફ્રેન્ડ્સ અને રોમાંસને સંતુલિત કરે છે. આ સિરીઝમાં લીલી કોલિન્સ, લુકાસ બ્રાવો અને લ્યુસિયન લેવિસકાઉન્ટ છે. તેની ચોથી સિઝન નેટફ્લિક્સ પર 15 ઓગસ્ટે રિલીઝ થઇ છે.
શેખર હોમ :
‘શેખર હોમ’ સિરીઝ લોકપ્રિય કાલ્પનિક ડિટેક્ટીવ શેરલોક હોમ્સ પર આધારિત છે અને સર આર્થર કોનન ડોયલના સાહિત્યિક કાર્યને પ્રતિબિંબિત કરે છે. આ સિરીઝમાં કે કે મેનન, રસિકા દુગલ, રણવીર શૌરી, કીર્તિ કુલહરી અને દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય છે. ‘શેખર હોમ’ 14 ઓગસ્ટે Jio સિનેમા પર રિલીઝ થઇ છે.
લવ નેક્સ્ટ ડોર:
‘લવ નેક્સ્ટ ડોર’માં જંગ હે-ઈન અને જંગ સો-મીન મુખ્ય ભૂમિકામાં છે. સિરીઝ એક મહિલા પર કેન્દ્રિત છે જે તેનું જીવન બદલવા માંગે છે, પરંતુ ધીમે ધીમે તેના બાળપણના મિત્ર સાથે પ્રેમમાં પડે છે. આ સીરિઝ નેટફ્લિક્સ પર 17 ઓગસ્ટે રિલીઝ થઇ છે.
ચમક ધ કન્ક્લૂઝન:
‘ચમક ધ કન્ક્લુઝન’માં પરમવીર સિંહ ચીમા, મનોજ પાહવા, મોહિત મલિક, ઈશા તલવાર, મુકેશ છાબરા, પ્રિન્સ કંવલજીત સિંહ, સુવિંદર પાલ અને આકાસા સિંહ છે. આ સીરીઝ સોની લિવ પર 16મી ઓગસ્ટે રિલીઝ થઇ છે.
યુનિયન – નેટફ્લિક્સ
.
આ એક્શન-થ્રિલર જાસૂસ ફિલ્મની વાર્તા ન્યૂ જર્સીના બાંધકામ કામદાર માઈક (માર્ક વાહલબર્ગ)ની આસપાસ ફરે છે, જે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ રોક્સેન તેના જીવનમાં પાછી ન આવે ત્યાં સુધી સામાન્ય જીવન જીવે છે. આગળ, આ નિર્દોષ પુનઃમિલન ઉચ્ચ ખુફિયા ઇન્ટેલિજન્સ મિશનમાં ફેરવાય છે