રેડમી એ3એક્સ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. રેડમી દ્વારા જૂન 2024માં ગ્લોબલ વેબસાઇટ પર સસ્તો રેડમી એ3એક્સ સ્માર્ટફોન લિસ્ટ કર્યો હતો. હવે એન્ટ્રી લેવલ Redmi A3x પણ ભારતમાં ઉપલબ્ધ થયો છે. આ સ્માર્ટફોન શાઓમી ઇન્ડિયા વેબસાઇટ પર લિસ્ટેડ છે. નવા રેડમી એ3એક્સ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ, યુનિસોક ટી603 પ્રોસેસર, વર્ચ્યુઅલ રેમ સપોર્ટ 8જીબી સુધી જેવા ફીચર્સ છે.
રેડમી એ3એક્સ સ્માર્ટફોન 3 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 6999 રૂપિયા છે. તો 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 7999 રૂપિયામાં ઉપલબ્ધ છે.
રેડમી એ3એક્સ સ્માર્ટફોનમાં 6.71 ઇંચની એચડી + (720 x 1,650 પિક્સલ) એલસીડી ડોટ ડ્રોપ સ્ક્રીન છે, જે 90 હર્ટ્ઝના રિફ્રેશ રેટ સાથે છે. સ્ક્રીન 500 નિટ્સ પીક બાઇટનેસ સપોર્ટ કરે છે અને સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ આપવામાં આવ્યું છે.
સ્માર્ટફોનમાં યુનિસોક ટી603 ચિપસેટ છે. ફોનમાં ૪ જીબી ઇનબિલ્ટ રેમ છે જેને વર્ચ્યુઅલ રીતે 8 જીબી સુધી વધારી શકાય છે. ફોનમાં 128 જીબી સુધીનું સ્ટોરેજ છે. સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે.
કેમેરાની વાત કરીએ તો રેડમી એ3એક્સ સ્માર્ટફોન માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. ફોનમાં 8 મેગાપિક્સલનું પ્રાઇમરી રિયર સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
રેડમી એ3એક્સ સ્માર્ટફોનને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 10W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં કનેક્ટિવિટી માટે 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ 5.4, જીપીએસ કનેક્ટિવિટી અને 3.5mm ઓડિયો જેક જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.