Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

‘1942: અ લવ સ્ટોરી’ ની રી-રીલીઝ અને નોસ્ટાલ્જિયાનો કરોડોનો વેપાર!

Fri, August 7 2026

આગામી ૨૧ ઓગસ્ટે સિનેમાઘરોમાં એક એવી ઘટના બનવા જઈ રહી છે, જેનો સંબંધ ટેકનોલોજી કરતાં પણ વધુ સમય અને સ્મૃતિઓ સાથે છે. વિદુ વિનોદ ચોપરાની આઇકોનિક ફિલ્મ ‘૧૯૪૨: અ લવ સ્ટોરી’ સંપૂર્ણપણે રિસ્ટોર થઈને અત્યાધુનિક 8K રિઝોલ્યુશન અને રિમાસ્ટર્ડ સાઉન્ડ સાથે ફરીથી થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. પણ અહીં સવાલ એ નથી કે 8K પ્રિન્ટ કેટલી સ્પષ્ટ હશે; સવાલ એ છે કે—ટેકનોલોજી સેલ્યુલોઇડની પટ્ટી પર પડેલા સ્ક્રેચ, ઝાંખા પડેલા રંગો અને ખરાબ થઈ ગયેલા અવાજને તો રિપેર કરી શકે છે, પરંતુ જ્યારે આપણે પહેલીવાર “એક લડકી કો દેખા તો ઐસા લગા…” સાંભળ્યું હતું, ત્યારે આપણે જે ‘માણસ’ હતા, શું ટેકનોલોજી એ સમયની આપણી માસૂમિયતને પણ રિસ્ટોર કરી શકશે?  આર. ડી. બર્મનનું સંગીત, સિનેમેટિક પ્રિઝર્વેશન અને આપણી જ યાદો આપણને પાછી વેચવાના સિનેમાનો આ નવા ‘માયાવી વેપાર’ – આ આખું ઘટનાચક્ર રસપ્રદ છે.

જ્યારે કોઈ જૂની ફિલ્મ દાયકાઓ પછી થિયેટરમાં પાછી ફરે છે, ત્યારે એક બહુ વિચિત્ર મનોવૈજ્ઞાનિક વિરોધાભાસ (Paradox) સર્જાય છે: ફિલ્મ પોતાના મૂળ દર્શકો કરતા પણ વધુ યુવાન અને રૂપાળી બનીને પાછી ફરે છે! ૧૯૯૪ માં જ્યારે ‘૧૯૪૨: અ લવ સ્ટોરી’ રિલીઝ થઈ હતી, ત્યારે જે દર્શકો ૨૦-૨૫ વર્ષના યુવાનો હતા, તેઓ આજે ૫૦-૫૫ વર્ષની ઉંમરે પહોંચી ગયા છે. તેમના વાળ સફેદ થઈ ગયા હોય કે તેઓ કલર કરતા હોય એવું બને. એ સમયના ઓડીયન્સના ચહેરા પર કરચલીઓ પડી હોય અને જીવનનો થાક આંખોમાં દેખાઈ રહ્યો છે. પણ પડદા પર અનિલ કપૂર અને મનીષા કોઈરાલા 8K ની ક્લેરીટી સાથે પહેલાં કરતા પણ વધુ યુવાન, વધુ ફ્રેશ અને વધુ રંગીન દેખાશે. આ સમય અને ટેકનોલોજી વચ્ચેની એવી રમત છે જેમાં માણસ હારી જાય છે અને કલા જીતી જાય છે.

પંચમદાનું યાદગાર સંગીત

‘૧૯૪૨: અ લવ સ્ટોરી’ માત્ર એક ફિલ્મ નથી, તે ભારતીય સિનેમા સંગીતનો એક લેન્ડમાર્ક સમો દસ્તાવેજ છે. આ મહાન સંગીતકાર રાહુલ દેવ બર્મન (પંચમદા) ની અંતિમ ફિલ્મ હતી. એક એવો સમય જ્યારે પંચમદા ઇન્ડસ્ટ્રીમાં સાવ એકલા પડી ગયા હતા, તેમના જૂના સાથીઓએ સાથ છોડી દીધો હતો અને તેઓ બીમાર હતા, ત્યારે તેમણે પોતાના જીવનના સૌથી ઉત્તમ સંગીતસર્જનોમાંનું એક સર્જન આ ફિલ્મમાં આપ્યું.

“કુછ ના કહો, કુછ ભી ના કહો…” કે પછી “રૂઠ ના જાના…”—આ ગીતો માત્ર શબ્દો નથી, પણ ૯૦ ના દાયકાના યુવાનોના હૃદયના ધબકારા હતા. હવે જ્યારે આ ગીતો ડોલ્બી એટમોસના રિમાસ્ટર્ડ સાઉન્ડમાં થિયેટરમાં ગુંજશે, ત્યારે તે માત્ર કાનને નહીં, પણ સીધા દર્શકોના આત્માને સ્પર્શશે. ટેકનોલોજીએ કદાચ પંચમદાના અવાજની ફ્રિકવન્સીને વધુ ક્લીઅર  કરી હશે, પણ એ ગીતોમાં છુપાયેલું તેમનું દર્દ અને રોમાન્સ તો આજે પણ એવું જ હશે.

‘રિ-રિલીઝ‘ નું અર્થશાસ્ત્ર: આપણી જ યાદો આપણને વેચવાનો ધંધો

હવે આખી ઘટનાના બિઝનેસ અને આર્થિક એંગલ પર આવીએ. છેલ્લા કેટલાક સમયથી ગ્લોબલ અને ઇન્ડિયન બોક્સ ઓફિસ પર એક નવો જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે— જૂની ફિલ્મોની ‘રિ-રિલીઝ’. તમે નોટિસ કર્યું હશે કે તાજેતરમાં થિયેટરોમાં ‘રોકસ્ટાર’, ‘જબ વી મેટ’, ‘લૈલા મજનૂ’, ‘રહેના હૈ તેરે દિલ મેં’, ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ અને ‘તુમ્બાડ’ જેવી ફિલ્મો ફરીથી લાગી, અને આશ્ચર્યજનક રીતે તેમણે નવી ફિલ્મો કરતા પણ વધુ કમાણી કરી! હોલીવુડમાં પણ ‘ટાઈટેનિક’, ‘અવતાર’ અને ‘ઇન્ટરસ્ટેલર’ ની રિ-રિલીઝ હાઉસફુલ રહ્યા. ભૂતકાળમાં આપણે ‘મુગલ-એ-આઝમ’ ને બ્લેક એન્ડ વ્હાઇટમાંથી કલરમાં અને ‘શોલે’ ને 3D માં રિસ્ટોર થઈને કમાણી કરતા જોઈ છે.

આની પાછળનું અર્થશાસ્ત્ર બહુ સ્પષ્ટ છે: સ્ટુડિયોઝ અને મલ્ટીપ્લેક્સ માલિકો સમજી ગયા છે કે નવી પેઢીના નબળા લેખકો અને કંગાળ સ્ક્રિપ્ટો પાછળ કરોડો રૂપિયાનું જોખમ લેવા કરતાં, દર્શકોને તેમનો પોતાનો જ ભૂતકાળ અર્થાત Nostalgia પાછો વેચવો એ સૌથી ‘સેફ’ બિઝનેસ મોડેલ છે. દર્શક જ્યારે 8K માં ‘૧૯૪૨: અ લવ સ્ટોરી’ ની ટિકિટ ખરીદે છે, ત્યારે તે ફિલ્મ જોવાના પૈસા નથી આપતો; તે પૈસા આપે છે એ અઢી કલાક માટે ફરીથી ૧૯૯૪ માં જવા માટે, પોતાની યુવાનીને ફરીથી જીવવા માટે અને પોતાના ખોવાયેલા પ્રેમને અંધારા થિયેટરમાં યાદ કરવા માટે!

8K રિઝોલ્યુશન અને સિનેમેટિક પ્રિઝર્વેશનનો જાદુ

ફિલ્મ રિસ્ટોરેશન એ કોઈ નાનું કામ નથી. જૂની ફિલ્મો સેલ્યુલોઇડ (પ્લાસ્ટિકની પટ્ટીઓ) પર શૂટ થતી હતી, જે સમય જતાં ફૂગ, ભેજ અને સ્ક્રેચને કારણે સડી જાય છે. એક આખી પેઢીનો સુરીલો અંદ અમર વારસો કાયમ માટે નાશ પામે તે પહેલાં તેને 8K ડિજિટલ ફોર્મેટમાં સ્કેન કરવી, તેના એક-એક ફ્રેમ (સેકન્ડની ૨૪ ફ્રેમ) માંથી ધૂળના કણો અને સ્ક્રેચ સોફ્ટવેરની મદદથી ભૂંસી નાખવા, અને કલર-ગ્રેડિંગ કરીને તેને આજની આધુનિક ફિલ્મો જેવી ક્રિસ્પ બનાવવી— આ એક ભયાનક ખર્ચાળ અને કપરું કામ છે. હોલીવુડે પોતાની જૂની ક્લાસિક્સ સાચવવામાં જે જાગૃતિ બતાવી છે, તે હવે ભારત પણ અપનાવી રહ્યું છે, જે સિનેમાના ઇતિહાસ માટે એક સોનેરી પગલું છે.

જ્યારે ૨૧ ઓગસ્ટે ડાર્ક થિયેટરમાં ફરી એકવાર સ્ક્રીન ઝળહળી ઊઠશે અને મનીષા કોઈરાલાનો માસૂમ ચહેરો 8K ની સ્પષ્ટતામાં દેખાશે, ત્યારે ઘણા પુખ્તવયના ભાભાઓનું દિલ ફરીથી યુવાન થઇ જશે અને સાથે એની પણ એક નવી સાબિતી મળશે કે ટેકનોલોજીએ સિનેમાને સમયની કેદમાંથી મુક્ત કરી દીધું છે. એલ્ગોરિધમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે ભલે ફિલ્મના પિક્સેલ્સ (Pixels) વધારી દીધા હોય, પણ પડદાની સામે બેઠેલા દર્શકને એ અહેસાસ તો થશે જ કે—ટેકનોલોજી ફિલ્મના રંગો તો પાછા લાવી શકી, પણ આપણી જિંદગીમાંથી વહી ગયેલા એ ૩૦ વર્ષો કોઈ સોફ્ટવેર પાછા લાવી શકે તેમ નથી. આ રિ-રિલીઝ માત્ર એક ફિલ્મનું નથી, આ આપણા પોતાના જ વીતી ગયેલા અસ્તિત્વનું રિ-રિલીઝ છે!

ફિલ્મ રિસ્ટોરેશન અને સંગીતની અજાણી વાતો

8K સ્કેનિંગ એટલે શું?: સામાન્ય રીતે આપણે ટીવી પર જે HD (High Definition) જોઈએ છીએ તે 1080p હોય છે. 4K તેનાથી ચાર ગણું વધુ સ્પષ્ટ હોય છે. અને 8K એટલે 4K કરતા પણ બમણી ડિટેલિંગ! જૂની ૩૫ mm ફિલ્મ રીલ્સમાં એટલી બધી ડીટેલ્સ છુપાયેલી હોય છે કે તેને 8K માં સ્કેન કરવામાં આવે ત્યારે એવા રંગો અને સ્પષ્ટતા બહાર આવે છે જે ૧૯૯૪ ના દર્શકોએ પણ થિયેટરમાં નહીં જોઈ હોય!

પંચમદાનો છેલ્લો ફિલ્મફેર: આર. ડી. બર્મનને આ ફિલ્મના મ્યુઝિક માટે શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો, પરંતુ કમનસીબી એ હતી કે આ એવોર્ડ લેવા માટે તેઓ જીવિત નહોતા (તેમનું નિધન જાન્યુઆરી ૧૯૯૪ માં થયું હતું). આ એવોર્ડ તેમના પત્ની અને મહાન ગાયિકા આશા ભોંસલેએ સ્વીકાર્યો હતો.

ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન (FHF): ભારતમાં જૂની ફિલ્મોને બચાવવાનું અને રિસ્ટોર કરવાનું સૌથી મોટું કામ શિવેન્દ્ર સિંહ ડુંગરપુરની સંસ્થા ‘ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન’ કરી રહી છે. અમિતાભ બચ્ચન અને માર્ટિન સ્કોર્સીઝ જેવા દિગ્ગજો આ સંસ્થાને સપોર્ટ કરે છે. જો આ પ્રિઝર્વેશન ન થાય, તો ભારતીય સિનેમાનો ૭૦% થી વધુ જૂનો ઇતિહાસ હંમેશાં માટે માટીમાં ભળી જશે.

Tags:

1942ALoveStoryBollywoodClassicsCinematicHistoryClassicCinemaCulturalRevivalFilmIndustryFilmRestorationLoveInCinemaMovieReReleaseNostalgiaBusinessNostalgiaMarketingNostalgicMemoriesRetroMoviesRevisitingClassicsTimelessLoveStories

Share Article

Other Articles

Previous

Gen Z પછી હવે Gen Alpha મેદાને, ત્રણ રાજ્યોમાં તરુણોએ માથું ઊંચક્યું

Next

ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યું: 8 ઓગસ્ટે રાષ્ટ્રીય નેતા રાકેશ ટિકૈતની મોરબીમાં મહાસભા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજ્યમાં 14 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત, નવા ૨૦ હજાર પ્લાન્ટની કામગીરી પ્રગતિમાં
10 મિનિટutes પહેલા
ગ્રાહકોને છેતરતી 9 ડિજિટલ એપને રૂપિયા 20 લાખનો દંડ
12 મિનિટutes પહેલા
Gen Z પછી હવે Gen Alpha મેદાને, ત્રણ રાજ્યોમાં તરુણોએ માથું ઊંચક્યું
15 મિનિટutes પહેલા
‘1942: અ લવ સ્ટોરી’ ની રી-રીલીઝ અને નોસ્ટાલ્જિયાનો કરોડોનો વેપાર!
17 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3409 Posts

Related Posts

ભારતમાં જી-૨૦ની બેઠક : અમેરિકા 60 અને ચીન ૪૫ ગાડીઓ કાફલો લાવશે
નેશનલ
3 વર્ષ પહેલા
RBI MPC Meeting : હોમ લોન સસ્તી થશે! RBIએ રેપો રેટમાં કર્યો 0.50%નો ઘટાડો, ફુગાવામાં પણ રાહત મળશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
થોડાક જ દબાણમાં નીતિશકુમારે યુ ટર્ન લઇ લીધો, રાહુલ ગાંધીએ રહી રહીને આપી પ્રતિક્રિયા
Breaking
3 વર્ષ પહેલા
કૃષ્ણ વન્દે જગતગુરૂ
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર