‘ હિસાબ બરાબર ‘ : ૨૪મીએ રીલીઝ થશે માધવનની ફિલ્મ
અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’માં ભયંકર તાંત્રિકની ભૂમિકા ભજવ્યા બાદ હવે આર માધવન સ્કેમર્સનો સફાયો કરવા માટે તૈયાર છે. અભિનેતા તેની આગામી ફિલ્મ હિસાબ બરાબર માં એક પ્રામાણિક રેલવે TTE રાધેય મોહન શર્માની ભૂમિકા ભજવતો જોવા મળશે, જેણે છેતરપિંડી કરનારાઓની છેતરપિંડીનો પર્દાફાશ કરવાની શપથ લીધી છે. અશ્વિની ધીર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 24 જાન્યુઆરી, 2025ના રોજ ડિજિટલી રીલિઝ થવા જઈ રહી છે. તે ZEE5 પર હિન્દી, તમિલ અને તેલુગુમાં ઉપલબ્ધ થશે.
ફિલ્મની સ્ટોરી આર માધવન દ્વારા ભજવવામાં આવેલ રાધે મોહન શર્મા પર કેન્દ્રિત છે. તે એક પ્રામાણિક રેલ્વે ટિકિટ ચેકર છે જે તેના બેંક ખાતામાં નાની વિસંગતતા શોધે છે. આ સરળ ભૂલ તેને મિકી મહેતા નામના ભ્રષ્ટ બેંકર દ્વારા આચરવામાં આવેલ એક વિશાળ નાણાકીય કૌભાંડને સામે લાવવામાં મદદ કરે છે, જે નીલ નીતિન મુકેશ દ્વારા ભજવવામાં આવે છે. માધવનનું પાત્ર કૌભાંડના મૂળ સુધી પહોંચે છે, તે તેના પરિવારને પણ જોખમમાં મૂકે છે.
હિસાબ બરાબર ફિલ્મમાં આર માધવન, નીલ નીતિન મુકેશ, રશ્મિ દેસાઈ, કીર્તિ કુલ્હારી, ઈમરાન હસાની, ઈશ્તિયાક ખાન, સચિન વિદ્રોહી અને મહેન્દ્ર રાજપૂત જેવા કલાકારોનો સમાવેશ થાય છે. તેનું નિર્માણ જિયો સ્ટુડિયો અને એસપી સિનેકોર્પના બેનર હેઠળ જ્યોતિ દેશપાંડે દ્વારા કરવામાં આવ્યું છે.
