શા માટે વજન ઓછું કરવું મુશ્કેલ છે ?? શું ચરબીના કોષો મેમરી ધરાવે છે ?? વાંચો વેટ લોસ પરના સંશોધનનો ખાસ લેખ
વજન ઘટાડવું અઘરું છે અને ઘટાડેલું વજન જાળવવું વધુ મુશ્કેલ છે. નવા સંશોધનો સૂચવે છે કે ડાયેટિંગ અને વ્યાયામ સાથે સખત મહેનત કર્યા પછી પણ વજન ઓછું કરવું મુશ્કેલ કેમ છે તેનું કારણ આપણા ચરબીના કોષોની મેમરી હોઈ શકે છે.
ચરબીના કોષો અને સ્થૂળતાની “મેમરી”.
અભ્યાસો દર્શાવે છે કે વજન ઘટાડ્યા પછી પણ, ચરબીના કોષો શરીરનું વજન વધારે હોય ત્યારે એક પ્રકારની “મેમરી” જાળવી શકે છે. તેનું કારણ એપિજેનોમ નામની કોઈ વસ્તુમાં રહેલું છે; તે રાસાયણિક માર્કર્સનો સમૂહ જે જનીનો કેવી રીતે કાર્ય કરે છે તે નિયંત્રિત કરે છે. સ્થૂળતા આ માર્કર્સને બદલી શકે છે, ચરબી કોષો કેવી રીતે શરીરમાં ફંક્શન કરે છે તેના પર નકારાત્મક અસર કરે છે. કમનસીબે વજન-ઘટાડાની શસ્ત્રક્રિયા પણ આ ફેરફારોને સંપૂર્ણપણે ભૂંસી શકતી નથી, એટલે કે શરીરના ચરબીના કોષો હજુ પણ “ઓબેસિટી મોડ” માં હોય તેમ જ કામ કરતા રહે છે.
ઝ્યુરિચના ડો. લૌરા હિંટે જેમણે આ અભ્યાસ પર કામ કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમને તેને જાળવી રાખવા માટે લાંબા ગાળા સુધી જાગૃત રહેવું પડે. “
સંશોધન કેવી રીતે કરવામાં આવ્યું?
શા માટે વજન વારંવાર પાછું વધી જાય છે તે સમજવા માટે, સંશોધકોએ બે જૂથોના ચરબીના પેશીઓનો અભ્યાસ કર્યો: ગંભીર સ્થૂળતા ધરાવતા લોકો અને જે લોકો ક્યારેય મેદસ્વી ન હતા તે લોકો. તેઓને બે જૂથો વચ્ચે ચરબીના કોષોમાં જનીન પ્રવૃત્તિમાં તફાવત જોવા મળ્યો. કેટલાક જીન્સ મેદસ્વી લોકોમાં વધુ સક્રિય હતા, જ્યારે અન્યમાં ઓછા સક્રિય હતા.
વજન ઘટાડવાની શસ્ત્રક્રિયા દ્વારા લોકો ઘણું વજન ગુમાવે છે તે પછી પણ, જનીનનીપ્રવૃત્તિ સ્થૂળતાના સંકેતો દર્શાવે છે. ઉંદરો ઉપરના પ્રયોગો પણ એવું જ રીઝલ્ટ બતાવતા હતા.
મનુષ્યો અને ઉંદર બંનેમાં સામાન્ય ચરબી કોશિકાઓના કાર્ય માટે જવાબદાર જનીનો ઓછા સક્રિય બન્યા હતા. આ ફેરફારો એપિજેનોમના ફેરફારો સાથે સંકળાયેલા હતા. ઉંદરનું વજન ઓછું થઈ ગયું અને ફરીથી દુર્બળ બની ગયા પછી પણ, તેમના ચરબીના કોષો હજી પણ સ્થૂળતાને “યાદ” રાખે છે.
આ “મેમરી” કેટલો સમય ચાલે છે?
વૈજ્ઞાનિકોને ખાતરી નથી કે શરીર કેટલા સમય સુધી સ્થૂળતાને “યાદ” રાખે છે. અભ્યાસમાં સામેલ અન્ય સંશોધક ફર્ડિનાન્ડ વોન માયેને જણાવ્યું હતું કે સમય મર્યાદા હોઈ શકે છે, પરંતુ તેઓ હજુ સુધી જાણતા નથી કે સમય કેટલો? .
વધુ જાણવા માટે, સંશોધકોએ ઉંદરમાં ચરબીના કોષોનું નિરીક્ષણ કર્યું જેણે મેદસ્વી બન્યા પછી વજન ગુમાવ્યું હતું. આ કોષો ક્યારેય મેદસ્વી ન હોય તેવા ઉંદરના કોષો કરતાં વધુ ખાંડ અને ચરબી શોષી લે છે. તદુપરાંત, જ્યારે પહેલેથી જ મેદસ્વી ઉંદરોને વધુ ચરબીયુક્ત આહાર પર મૂકવામાં આવ્યા હતા, ત્યારે તેમનું વજન નિયંત્રણ જૂથ કરતા વધુ ઝડપથી વધ્યું હતું.
સંશોધન દર્શાવે છે કે સ્થૂળતા એ એક જટિલ સ્થિતિ છે, જે માત્ર વધુ પડતું ખાવાથી થતી નથી. વોન મેને જણાવ્યું હતું કે આ સમજ સ્થૂળતા સાથે સંકળાયેલા કલંકને ઘટાડવામાં મદદ કરી શકે છે, તે સ્પષ્ટ કરે છે કે વજન ઘટાડવું અઘરું છે અને એ લોંગ પ્રોસેસ છે.
વજન વધવું સામાન્ય છે, ખાસ કરીને જ્યારે લોકો પરેજી પાળવાનું અથવા વજન ઘટાડવાની દવાઓનો ઉપયોગ કરવાનું બંધ કરે તેના પછી તો વધે જ. સ્વાનસી યુનિવર્સિટીના નિષ્ણાત ડેવિડ બેન્ટને જણાવ્યું હતું કે 100 થી વધુ પરિબળો સ્થૂળતાનું કારણ બની શકે છે અને ઘણા લોકો ડાયેટિંગ સમાપ્ત થયા પછી તેમની જૂની આદતો તરફ પાછા ફરે છે. આ ચક્રને “યો-યો ડાયેટિંગ” તરીકે ઓળખવામાં આવે છે.
ચરબીના કોષો સ્થૂળતાને કેવી રીતે યાદ રાખે છે તે સમજવાથી વધુ સારી સારવાર થઈ શકે છે આ રીસર્ચ લાખો લોકોને આશા આપે છે. તે સ્પષ્ટ છે કે તંદુરસ્ત વજન જાળવવું એટલે માત્ર ડાયેટિંગ નહિ – તે શરીર કેવી રીતે કામ કરે છે. વજનને કાયમ કંટ્રોલમાં રાખવા માટે આ રીસર્ચ ઉપયોગી થશે.