કોણે આપી મોદીને મારવાની ધમકી ? વાંચો
શું કહ્યું વડાપ્રધાન વિષે ?
લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓ જીભ ઉપરનો કાબૂ ગુમાવી રહ્યા છે અને ઘાતક નિવેદનો કરી રહ્યા છે. આ પરંપરામાં વધારો થયો છે. તામિલનાડુના મંત્રી ટી.એમ. અનબરસનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેઓ વડાપ્રધાન મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા છે. આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, મેં અત્યાર સુધી એટલા માટે શાંતિ રાખી છે કારણ કે, હું એક મંત્રી છું. જો હું મંત્રી ન હોત તો મોદીના ટુકડા કરી નાખું. આવા ટપોરી ટાઈપના નિવેદનથી ભારે ચર્ચા જાગી છે.
તેમનું આ નિવેદન ગત અઠવાડિયાનું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અનબરસન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના એક વકીલે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. ટી.એમ. અનબરસન તમિલનાડુમાં એમકે સ્ટાલિનની આગેવાની હેઠળની ડીએમકે -કોંગ્રેસ ગઠબંધન સરકારમાં ગ્રામીણ ઉદ્યોગ મંત્રી છે.
વાયરલ વીડિયોમાં અનબરસન કહી રહ્યા છે કે, આપણા અનેક વડાપ્રધાન આવ્યા પરંતુ આવું કોઈ નહોતુ બોલતું. મોદી અમને નષ્ટ કરી દેવાની વાત કરે છે પરંતુ હું તેમને અક વાત યાદ અપાવી દઉં કે, ડીએમકે કોઈ સામાન્ય સં