કોણ છે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, કેવી રીતે અપાયો ઓપરેશન સિંદુરને અંજામ? વાંચો સમગ્ર માહિતી
22 એપ્રિલ 2025ના પહલગામ હુમલામાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે મોદી સરકારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અને 90 આતંકીઓને ઠાર માર્યાની માહિતી મળી રહી છે ત્યારે પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા બાદ બુધવારે સવારે ભારતીય સેનાએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આમાં સેનાની બે મહિલા અધિકારીઓએ ભાગ લીધો હતો. એક વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને બીજા ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી છે. સોફિયા અને વ્યોમિકાએ પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર વિશે વિગતવાર માહિતી આપી.
કોણ છે કર્નલ સોફિયા કુરેશી ?
પ્રેસ કોન્ફરન્સમાં હિન્દીમાં સંપૂર્ણ માહિતી આપનાર કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાનના ટુકડા કરી નાખ્યા અને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓની દરેક વિગતો વિશ્વ સમક્ષ રજૂ કરી. સોફિયા કુરેશી કોર્પ્સ ઓફ સિગ્નલ્સ સાથે જોડાયેલી અધિકારી છે. 35 વર્ષીય સોફિયા કુરેશી હાલમાં પહેલી મહિલા અધિકારી છે જેમણે બહુ-દેશીય લશ્કરી કવાયતમાં ભારતીય સેનાની આખી ટુકડીનું નેતૃત્વ કર્યું છે.
વર્ષ 2016 માં, તે એક્સરસાઇઝ ફોર્સ 18 મિલિટરી ડ્રીલનો ભાગ બની અને તેનું નેતૃત્વ પણ કર્યું. એટલું જ નહીં, ગુજરાતની સોફિયા કુરેશી એક લશ્કરી પરિવારમાંથી આવે છે અને બાયોકેમિસ્ટ્રીમાં ડિગ્રી પણ ધરાવે છે. લગભગ 6 વર્ષથી, તેમણે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ભારત વતી યોગદાન આપ્યું છે અને કોંગોમાં મિશન પૂર્ણ કર્યું છે.
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ કોણ છે ?
તે જ સમયે, જો આપણે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ વિશે વાત કરીએ, તો તે બાળપણથી જ ભારતીય વાયુસેનામાં જોડાવા માંગતા હતા. 18 ડિસેમ્બર 2004ના રોજ ભારતીય વાયુસેનામાં કમિશન પામેલા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને વર્તમાન સમયના શ્રેષ્ઠ વિંગ કમાન્ડરોમાંના એક માનવામાં આવે છે. જેમને લડાયક હેલિકોપ્ટર ઉડાવવાનો ઉત્તમ અનુભવ છે અને ચિત્તા, ચેતક જેવા લડાયક હેલિકોપ્ટર ઉડાવવામાં પણ કુશળતા ધરાવે છે. વાયુસેનામાં જોડાયાના 13 વર્ષ પછી વ્યોમિકા સિંહને વિંગ કમાન્ડરનું પદ મળ્યું અને 18 ડિસેમ્બર 2017 ના રોજ તે વિંગ કમાન્ડર બન્યા .
પરિષદને સંબોધતા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે, “પહલગામ આતંકવાદી હુમલાના પીડિતો અને તેમના પરિવારોને ન્યાય અપાવવા માટે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. નવ આતંકવાદી કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યો હતો. નાગરિક માળખાને નુકસાન ટાળવા અને કોઈપણ નાગરિક જીવનું નુકસાન ટાળવા માટે સ્થાનો પસંદ કરવામાં આવ્યા હતા.”
લોન્ચપેડ, તાલીમ કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા
કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ – આ ઓપરેશન રાત્રે 1.05 થી 1.30 વાગ્યાની વચ્ચે થયું. પહેલગામમાં માર્યા ગયેલા પ્રવાસીઓ માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા 3 દાયકાથી પાકિસ્તાનમાં આતંકવાદીઓનું નિર્માણ થઈ રહ્યું છે. પાકિસ્તાન અને પીઓકેમાં 9 ટાર્ગેટ ઓળખાયા હતા અને અમે તેમને નષ્ટ કરી દીધા. લોન્ચપેડ અને તાલીમ કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
પીડિત પરિવારોને ન્યાય અપાવવા ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધરાયું : કર્નલ સોફિયા કુરેશી
કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પ્રેસ બ્રીફિંગમાં એરસ્ટ્રાઇક વિશે માહિતી આપી. ભારતીય સેનાની પ્રેસ બ્રીફિંગમાં, કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું, “નિર્દોષ પ્રવાસીઓ અને તેમના પરિવારોને ન્યાય આપવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદી માળખાનું નિર્માણ કરી રહ્યું છે, જે પાકિસ્તાન અને પીઓકે બંનેમાં ફેલાયેલું છે.” કર્નલ સોફિયાએ કહ્યું, “9 આતંકવાદી કેમ્પોને નિશાન બનાવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ દાયકામાં, પાકિસ્તાને વ્યવસ્થિત રીતે એક આતંકવાદી માળખાનું નિર્માણ કર્યું છે જે આતંકવાદી કેમ્પ અને લોન્ચપેડ માટે આશ્રયસ્થાન રહ્યું છે. ઉત્તરમાં સવાઈ નાલા અને દક્ષિણમાં બહાવલપુર સ્થિત પ્રખ્યાત તાલીમ કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા.”
આતંકવાદીઓના ઠેકાણાઓ પર ભારતીય સેનાની કાર્યવાહી
સેનાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી. આમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી અને સેનાના કર્નલ સોફિયા કુરૈશી અને વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન વિશે માહિતી આપી હતી. સૌ પ્રથમ, હવાઈ હુમલાનો 2 મિનિટનો વીડિયો ચલાવવામાં આવ્યો. આમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર ભારતીય સેનાની કાર્યવાહી બતાવવામાં આવી હતી.
કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે, આ ઓપરેશન રાત્રે 1:05 થી 1:30 વાગ્યાની વચ્ચે થયું હતું. પાકિસ્તાન અને પીઓકેમાં 9 ટાર્ગેટ ઓળખવામાં આવ્યા હતા. અમે તેમનો નાશ કર્યો. લોન્ચપેડ અને તાલીમ કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
પીઓકેમાં પહેલું લશ્કર તાલીમ કેન્દ્ર સવાઈ નાલા મુઝફ્ફરાબાદમાં હતું. સોનમર્ગ, ગુલમર્ગ અને પહેલગામ હુમલાના આતંકવાદીઓએ અહીં તાલીમ લીધી હતી.
સૈયદના બિલાલ કેમ્પ મુઝફ્ફરાબાદ ખાતે શસ્ત્રો, વિસ્ફોટકો અને જંગલમાં ટકી રહેવાની તાલીમ આપવામાં આવી હતી.
કોટલી ગુરપુર કેમ્પ લશ્કરનો છે. 2023માં પૂંછમાં યાત્રાળુઓ પર હુમલો કરનારા આતંકવાદીઓને અહીં તાલીમ આપવામાં આવી હતી.
બર્નાલા કેમ્પ ભીમ્બર, અબ્બાસ કેમ્પ કોટલી ખાતે શસ્ત્રોનું સંચાલન. તે નિયંત્રણ રેખાથી 13 કિમી દૂર છે. આત્મઘાતી બોમ્બરો તૈયાર થતા હતા.
સરજલ કેમ્પ સિયાલકોટ. માર્ચ 2025માં આતંકવાદીઓને પોલીસ કર્મચારીઓને મારવા માટે અહીં તાલીમ આપવામાં આવી હતી.
મહમૂના જયા કેમ્પ સિયાલકોટમાં એક ખૂબ મોટો હિઝબુલ કેમ્પ હતો. આ કઠુઆમાં આતંકવાદનું નિયંત્રણ કેન્દ્ર હતું. પઠાણકોટ હુમલાનું આયોજન અહીં જ કરવામાં આવ્યું હતું.
મરકડ તૈયબા મુરીડકેમાં એક આતંકવાદી છાવણી છે. અજમલ કસાબ અને ડેવિડ કોલમેન હેડલીને અહીં તાલીમ આપવામાં આવી હતી.
મરકઝ સુભાનલ્લાહ ભાવલપુર જૈશનું હેડક્વાર્ટર હતું. ભરતી અને તાલીમ આપવામાં આવી. મોટા અધિકારીઓ અહીં આવતા હતા. કોઈ નાગરિક જાનહાનિના અહેવાલ નથી, અમે રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા નથી.