વડાપ્રધાન મોદી અમેરિકામાં કઈ બેઠકમાં ભાગ લેશે ? કોની સાથે મુલાકાત ? વાંચો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અમેરિકા જવા રવાના થયા હતા. મોદી ત્રણ દિવસના અમેરિકા પ્રવાસે ગયા છે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ ક્વાડ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ સમિટ વિલ્મિંગ્ટન, ડેલવેરમાં યોજાઇ છે. મોદી ક્વાડમાં ભાગ લેવા ઉપરાંત અમેરિકી પ્રમુખ બાયડન સાથે પણ દ્વિપક્ષીય વાટાઘાટ કરી છે. ચીનના પરાક્રમો સામે ક્વાડના નેતાઓએ ચિંતા દર્શાવી છે. ક્વાડ નેતાઓએ સમુદ્રી સુરક્ષા, યુક્રેન-રશિયા યુદ્ધ મિડલ ઇસ્ટમાં અશાંત,ક્લાઇમેટ સહિતના મુદ્દે પણ ચર્ચા કરી હતી.
મોદીએ શનિવારે ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ અને જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા સાથે પણ દ્વિપક્ષીય ચર્ચા થઈ રહી છે.
22 સપ્ટેમ્બરનો કાર્યક્રમ
મોદી 22 સપ્ટેમ્બરે આજે ન્યૂયોર્ક જશે, જ્યાં તેઓ ભારતીય પ્રવાસીઓને મળશે. વિદેશ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, અમેરિકામાં 54 લાખથી વધુ ભારતીય ઈમિગ્રન્ટ્સ રહે છે. તેઓ એઆઈ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર અને બાયોટેકનોલોજીની અદ્યતન તકનીકો માટે બંને દેશો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે પણ વાતચીત કરશે.
સમિટને સંબોધશે
મોદી પ્રવાસના છેલ્લા દિવસે 23 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘સમિટ ઓફ ધ ફ્યુચર’ને સંબોધિત કરશે. સમિટની થીમ ‘બહેતર આવતીકાલ માટે બહુપક્ષીય ઉકેલો’ છે. આ સમિટમાં ભવિષ્યની ચર્ચા કરવામાં આવશે.