‘ગગન ગાજે ને મોરલો બોલેમાથે ચમકી વીજહરખની હેલીએ ચડીને આવી છે અષાઢી બીજ ‘
આજના દિવસે કચ્છી માડુ પોતાનું નવું વર્ષ બહુ ઉત્સાહપૂર્વક મનાવે છે. અષાઢી બીજ એટલે કચ્છપ્રદેશનું નૂતન વર્ષ.
આ નવા વર્ષે દરિયાકાંઠે વસનારા નાવિકો અને માછીમારો પોતાનાં વહાણોને શણગારી, અષાઢી બીજનું દરિયાદેવનું અક્ષત, ચંદન, પુષ્પથી પૂજન કરી, શ્રીફળ વધેરે છે. આ દિવસે પ્રત્યેક સતી શૂરાનાં પાળિયાને સિંદુર લગાવીને પૂજન-અર્ચન કરવામાં આવે છે.કચ્છ ગુજરાત, ભારત જ નહી વિશ્વભરમાં વસતા લાખો કચ્છી માડુંઓ અષાઢી બીજીના દિનને નવા વર્ષ તરીકે ભારે રંગચંગે ઉજવે છે.કચ્છીઓમાં અષાઢી બીજનું અનેરૂ મહત્વ છે.
કચ્છની ધરા અને મેઘરાજા એટલે કે વરસાદ પણ મહામુલ્ય ગણાય છે. કચ્છીઓને અષાઢી બીજ ઉપર ખુબ જ ભરોસો અને ત્યાં તો કહેવત પડી ગઇ છે. કે અષાઢી બીજ વંડર કા વીજ.અહીં એક માન્યતા એવી છે કે જો આ દિવસે મેઘરાજાની પધરામણી થાય તો શુકનવંતુ ગણાય છે..વોઈસ ઓફ ડે પરિવારે કચ્છ જિલ્લાના તમામ નાગરિકો ઉપરાંત વિશ્વભરમાં વસતા કચ્છી માડુઓને નવા વર્ષની શુભકામના પાઠવી છે. આજનો દિવસ પ્રોપર્ટી ખરીદવા પણ શુકનવંતો ગણાય છે અને તેથી આજના અખબારમાં રાજકોટના સારા સારા પ્રોજેક્ટને હાઈલાઈટ પણ કર્યા છે.