ધોધમાર વરસાદ બાદ રોગચાળોનો દાનવનો કાળોકહેર શહેરમાં જોવા મળી રહ્યો છે.ત્યારે પેડક રોડ પર રહેતા ૨૮ વર્ષિય યુવકને ડેન્ગ્યુ તેમજ ગોંડલ રોડ પર રામનગરમાં ૩૩ વર્ષિય ફ્રૂટના વેપારીને ત્રણ દિવસના તાવ બાદ દમ તોડી દીધો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, પેડક રોડ પર આવેલા સેટેલાઇટ પાર્ક-1માં રહેતો જય સુભાષભાઈ રાણપરા (ઉ.વ.28) યુવકને તાવ તેમજ નબળાઈ રહેતા પ્રાથમિક સારવાર બાદ સ્પંદ ઍન્ડ લાઇફ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહી યુવકને ડેન્ગ્યુ હોવાનું સામે આવ્યું હતું. ગત ૧૯મીએ યુવકની તબિયત વધુ લથડતાં તેને તાત્કાલિકવોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન યુવકે દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો હતો.મૃતક જય પિતા સાથે ઓટોપાર્ટ્સ્નો ધંધો કરતો હતો અને તેને સંતાનમાં ચાર માસનો પુત્ર છે.
નામના યુવકની તબિયત ખરાબ થતાં તેને સારવાર શરૂ કરી હતી. બાદ તબીબે તપાસ કરતાં ડેન્ગ્યુ હોવાનું માલુમ પડતાં ગત તા.19/9 ના રોજ યુવકને રાજકોટની સ્પંદ ઍન્ડ લાઇફ કેર હોસ્પિટલમાં બાદ ગઈ કાલે યુવકની તબિયત બધું લથડતા યુવકને વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં દમ તોડી દેતાં મૃતકનાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. મૃતક જય એક ભાઈ અને એક બહેનમાં મોટો હતો. તેમજ તેઓને સંતાનમાં ચાર માસનો એક પુત્ર હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.