ટમેટાં, બટેટાના ભાવ અંગે શું આવ્યો અહેવાલ ? વાંચો
લોકસભાની ચુંટણી ચાલી રહી છે ત્યારે વચ્ચે હવે ટમેટાં , બટેટા અને ડુંગળીના ભાવ વધારાએ લોકોમાં રોષ પેદા કર્યો છે. રાજકીય પક્ષો મોટા દાવા કરી રહ્યા છે અને અત્યારની હાલત એવી છે કે બટેટાના ભાવ પાછલા એસ માસમાં 12.72 ટકા જેટલા વધી ગયા છે. શાકભાજીના ભાવ પણ વધી રહ્યા છે.
કેન્દ્રના ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા જ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. ડુંગળીનો ભાવ પણ સતત વધી રહ્યો છે અને તેના ભાવમાં 6.41 ટકાનો વધારો થઈ ગયો છે. ટમેટાં વધુ લાલ થઈ ગયા છે અને તેનો કિલોનો ભાવ 32.51 રૂપિયા થઈ ગયો છે. લોકોમાં અસંતોષ ફેલાય તે સ્વાભાવિક છે પણ મંત્રાલય દ્વારા જનતા નો મત અપાયો નથી.
દરમિયાનમાં કેન્દ્રના વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ શાકભાજીના ભાવ પણ વધી રહ્યા છે. બકાલાનો મોંઘવારી દર 23.60 ટકા જેટલો રહ્યો છે અને હજુ પણ ભાવ કાબુમાં આવતા નથી.
દેશના સામાન્ય લોકોની થાળીમાંથી હવે શાકભાજી પણ ગાયબ થઈ રહ્યા છે. ચુંટણી વચ્ચે આ મુજબના આંકડા જાહેર કરવામાં આવ્યા છે ત્યારે પ્રચારમાં મોંઘવારીની વાતો થઈ રહી છે અને એકબીજા સામે આક્ષેપો થઈ રહ્યા છે પણ લોકોની હાલત ખરાબ થઈ રહી છે.