વકફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં શું થયું ? કોણે શું દલીલ કરી ? જુઓ
કેન્દ્ર સરકારના વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ બુધવારે સુપ્રીમ કોર્ટમાં બે કલાક સુનાવણી ચાલી હતી. આ કાયદા વિરુદ્ધ 100 થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દાઓ પર કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે, પરંતુ કોર્ટે કાયદાના અમલીકરણ પર રોક લગાવી નથી. આજે બપોરે 2 વાગે ફરી સુનાવણી શરૂ થશે. વકફ બાય યુઝર સંપત્તિઓ પર સુનાવણી થવાની છે. કોર્ટ વચગાળાનો આદેશ આપવા માંગતી હતી પણ એસજી મહેતાએ વાંધો લેતા કોર્ટે તે ટાળી દીધો હતો.
સીજેઆઈ સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમાર, કે.વી. વિશ્વનાથનની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી જ્યારે કપિલ સિબ્બલ, રાજીવ ધવન, અભિષેક મનુ સિંઘવી, સીયુ સિંઘ દ્વારા કાયદા વિરુદ્ધ દલીલો થઈ હતી.
કપિલ સિબ્બલે એવી દલીલ કરી હતી કે આ કાયદો મુસ્લિમ ઉત્તરાધિકારમાં દખલ છે. 20 કરોડ લોકોના અધિકાર પર તરાપ છે . આ સુધારા બંધારણની કલમ 26 વિરુધ્ધ છે. સરકારી ટેકઓવર જેવી વાત છે. ધાર્મિક મામલામાં દાખલ છે .
સરકાર વતી એસજી તુષાર મહેતાએ એવી દલીલ કરી હતી કે વકફનું રજીસ્ટ્રેશન અનિવાર્ય છે . 1995 ના કાયદામાં પણ તે અનિવાર્ય જ હતું. જો વકફનું રજીસ્ટ્રેશન નહિ હોય તો સંચાલક જેલ જઈ શકે છે.
હિન્દુ ટ્રસ્ટમાં મુસ્લિમોને લેશો ?; કોર્ટ
સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે કહ્યું કે હવે વક્ફ કાયદા હેઠળ હિન્દુઓને પણ બોર્ડમાં સામેલ કરવામાં આવશે. આ અધિકારોનું ઉલ્લંઘન છે. આના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે શું તે મુસ્લિમોને હિન્દુ ધાર્મિક ટ્રસ્ટનો ભાગ બનવાની મંજૂરી આપવા તૈયાર છે? હિન્દુ ચેરિટી એક્ટ મુજબ, કોઈ પણ બહારની વ્યક્તિ બોર્ડનો ભાગ બની શકતી નથી.
દેશમાં હિંસા થવી જોઈએ નહીં; સીજેઆઈ
વક્ફ કાયદાના વિરોધમાં દેશભરમાં થઈ રહેલી હિંસા પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી. આ અંગે એસજીએ કહ્યું કે એવું ન લાગવું જોઈએ કે દબાણ લાવવા માટે હિંસાનો ઉપયોગ કરી શકાય છે. કોર્ટે કહ્યું કે અમે આ અંગે નિર્ણય લઈશું. મામલો અમારી સામે છે. જો કે દેશમાં હિંસા ચિંતાનો વિષય છે . આ મુદ્દે હિંસા થવી જોઈએ જ નહિ.
14 મી સદીની મસ્જિદોને કેમ રજીસ્ટર કરવી ? કોર્ટનો સવાલ
દરમિયાનમાં અદાલતે સરકારને એવો સવાલ કર્યો હતો કે દેશમાં ઘણી મસ્જિદો 14 મી, 15 મી અને 16 મી સદીની છે તો આવી સંપત્તિઓ એ લોકો રજીસતેર કેવી રીતે કરાવી શકે ? એમની પાસે સેલ ડીડ હોય જ નહિ. એમની પાસે કોઈ દસ્તાવેજ નહિ હોય અને તેને રદ કરી દેવાથી વિવાદ વધુ ગંભીર બની શકે છે. જૂન કાયદાનો ગેરઉપયોગ થયો તે વાત સાચી છે પણ કેટલીક વાસ્તવિક વકફ સંપત્તિઓ પણ છે .