વિદેશી રોકાણકારોને રિઝર્વ બેન્ક શું ભેટ આપવા જઈ રહી છે ? જુઓ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં વિદેશી વ્યક્તિગત રોકાણકારો માટે રોકાણ મર્યાદા બમણી કરીને 10% કરવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી આ મર્યાદા ફક્ત 5% હતી અને તે પણ ફક્ત એનઆરઆઈ અને ઓસીઆઈ કાર્ડ ધારકો માટે જ લાગુ પડતી હતી. પરંતુ હવે તે બધા વિદેશી નાગરિકોને લાગુ પડશે તેમ રોઇટર્સના એક અહેવાલમાં જણાવાયું હતું.
સપ્ટેમ્બર 2024 થી, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ શેરબજારમાંથી $28 બિલિયનથી વધુ રકમ પાછી ખેંચી લીધી છે. આ પાછળના મુખ્ય કારણો હતા – કમાણીમાં ઘટાડો, ઉચ્ચ મૂલ્યાંકન અને અમેરિકન ટેરિફનો ડર. સરકારનો ઉદ્દેશ્ય ફરીથી વિદેશી રોકાણ આકર્ષવાનો છે.
આ પગલું ભારતમાં વિદેશી રોકાણને વધુ પ્રોત્સાહન આપવા માટે એક મોટો અને નિર્ણાયક સુધારો બની શકે છે. નિયમનકારી દેખરેખના પડકારો હજુ પણ છે, જો આ દરખાસ્ત લાગુ કરવામાં આવે તો ભારત ફરી એકવાર વિદેશી રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.
નવા નિર્ણયથી શું થશે?
કોઈપણ વિદેશી વ્યક્તિ કોઈપણ ભારતીય લિસ્ટેડ કંપનીમાં 10% સુધીનું રોકાણ કરી શકશે. કુલ વિદેશી વ્યક્તિગત રોકાણકારોના શેરહોલ્ડિંગની મર્યાદા પણ 10% થી વધારીને 24% કરવામાં આવશે. આ પગલું હાલના ફોરેન એક્સચેન્જ એક્ટ માં સુધારા દ્વારા લાગુ કરવામાં આવશે.