પાકિસ્તાને આતંકી હુમલા અંગે ફરી શું કરી નફ્ફટ કબૂલાત ? વાંચો
22/4 પહલગામ આતંકવાદી હુમલાની જવાબદારીમાંથી હાથ ઝાટકી દેનારા પાકિસ્તાને પોતાની જ સંસદમાં સ્વીકાર્યું છે કે, તેણે જ યુએનએસસીના પ્રસ્તાવમાંથી પહલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર આતંકી જૂથ ટીઆરએફનું નામ દૂર કર્યું હતું.
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે સંસદમાં કબૂલ્યું હતું કે, મેં જ યુનાઇટેડ નેશન્સ ઑફ સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવમાંથી પહલગામ આતંકી હુમલા માટે જવાબદાર આતંકી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટનું નામ દૂર કર્યુ હતું.
આંતકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું આતંકી જૂથ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે 22 એપ્રિલે પહલગામ આતંકી હુમલાની જવાબદારી લીધી હતી. પરંતુ બાદમાં અચાનક જ આ જવાબદારીમાંથી હાથ ઝાટક્યા હતા કે, તેને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી.
ટીઆરએફની પલટીથી જ લોકોએ અંદાજ લગાવ્યો હતો કે, પાકિસ્તાન સરકારના કહેવા પર ટીઆરએફે આ નિવેદન આપ્યું હશે. બાદમાં બીજા દિવસે પાકિસ્તાન સરકારે વિશ્વ સમક્ષ પહલગામ હુમલા મુદ્દે નિષ્પક્ષ તપાસની માગ કરી હતી.
