બાંગ્લાદેશના દર્દીઓને સારવાર આપનાર કોલકત્તાની હોસ્પિટલ સામે ઉગ્ર દેખાવ
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે કોલકત્તા અને પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યુંછે. શનિવારે ભારતીય જનતા પક્ષ દ્વારા બાંગ્લાદેશના બિન હિન્દુ દર્દીઓને સારવાર આપતી એક હોસ્પિટલ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે બાંગ્લાદેશના બિન હિન્દુ દર્દીઓને સારવાર ન આપવાની ભારતીય જનતા પક્ષ સહિત અનેક સંગઠનો એ માંગણી કરી છે. અને તેના પ્રતિભાવમાં અનેક હોસ્પિટલોએ એ નિર્ણય જાહેર પણ કર્યો છે.
કોલકત્તાના મુકુંદપુર વિસ્તારમાં આવેલી 141 બેડ ની એક હોસ્પિટલમાં બાંગ્લાદેશના બિન હિન્દુ દર્દીઓને સારવાર આપવામાં આવતી હોવાની જાણ થયા બાદ ‘ સેલ્યુટ તિરંગા ‘ ઝુંબેશ અંતર્ગત મોટી સંખ્યામાં ભારતીય જનતા પક્ષ ના કાર્યકરોએએ હોસ્પિટલ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભાજપના નેતા કહ્યું કે દરેક ભારતીય માટે સૌથી પહેલા રાષ્ટ્ર હોવું જોઈએ. આપણા ભાઈઓ અને બહેનો ઉપર બાંગ્લાદેશમાં અત્યાચારો થાય છે, હત્યા થાય છે ત્યારે આ જ સમય છે કે આપણે સિદ્ધાંતો અને વ્યાપારી હિતોને બદલે રાષ્ટ્રને સન્માન આપીએ.
બાંગ્લા દેશમાં સર્જાયેલી પરિસ્થિતિ બાદ પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ વિરોધી લાગણીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ અગાઉ કોલકત્તાની અન્ય કેટલીક હોસ્પિટલોએ પણ બાંગ્લાદેશમાં ભારતીય ધ્વજ નું અપમાન થતું હોવાનું કારણ આપી બાંગ્લાદેશના દર્દીઓની સારવાર કરવાનો ઇનકાર કરી દીધો હતો.
બંને દેશો વચ્ચે સંબંધોમાં કડવાશ આવ્યા બાદ કોલકત્તામાં યોજાતા અનેક પરંપરાગત કાર્યક્રમમાં બાંગ્લાદેશની ગેરહાજરી ઊડીને આંખે વળગી રહી છે.
કોલકત્તામાં યોજાયેલા ઇન્ટરનેશનલ બુક ફેરમાં પ્રથમ વખત બાંગ્લાદેશનો સ્ટોલ નથી. એ જ રીતે કોલકાતામાં યોજાયેલ 30 માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ બાંગ્લાદેશે ભાગ નથી લીધો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ત્રિપુરામાં પણ કેટલીક હોસ્પિટલોએ બાંગ્લાદેશના દર્દીઓને સારવાર ન આપવાનો તેમજ હોટેલો અને રેસ્ટોરન્ટોએ રૂમ તથા ભોજન ન આપવાનો
નિર્ધાર જાહેર કર્યો હતો.