ગુજરાત બજેટ : થેલેસીમિયા સહિતની બીમારી ધરાવનારને માસિક પેન્શન અપાશે
મનો દિવ્યાંગ અને તેના સહાયકને બસમાં મફત મુસાફરી
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, સામાજિક જરૂરતમંદ, નબળા અને વંચિત વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા માટે સરકારે થેલેસીમિયા, મસ્ક્યુલર ડીસ્ત્રોફી અને ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ જેવી ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેઓને માસિક પેન્શન આપવાનો સરકારે નિર્ણય લીધો છે. આવા ૭૦ હજાર જેટલા મનો દિવ્યાંગ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા માટે ૮૪ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
આ સિવાય સરકારે પાર્કિન્સન, હિમોફિલિયા, થેલેસીમિયા, મસ્ક્યુલર ડીસ્ત્રોફી અને ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ જેવી દિવ્યાંગતા ધરાવતા લોકો અને તેની સાથે રહેલા સહાયકને બસમાં મફત મુસાફરીનો લાભ આપવાનો નિર્ણય લીધો છે. આ માટે ૬૫ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
સરકાર નિરાધાર વૃદ્ધો સહિતના ૧૧ લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપી રહી છે અને તેના માટે ૧૩૯૮ કરોડની જોગવાઈ કરી છે.