વાહન ચેકિંગ કરી રહેલી પોલીસને ૮૦ લાખની સોનાની માટી મળી !
દુબઈથી આવેલું સોનું રાજસ્થાનના શખ્સે અમદાવાદમાં સપ્લાય કરવા આપ્યું’તું: ત્રણની ધરપકડ
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં પોલીસનું વાહન ચેકિંગ સઘનપણે ચાલી રહ્યું છે ત્યારે આવા જ ચેકિંગ દરમિયાન અમદાવાદ પોલીસને ૮૦ લાખની સોનાની માટી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. અમદાવાદના સોનીની ચાલી ચાર રસ્તા પાસેથી દિલ્હી પાસિંગની કાર પસાર થઈ રહી હતી ત્યારે અન્ય રાજ્યની કાર હોવાને કારણે ટ્રાફિક પોલીસે તેને અટકાવી કારની તલાશી લેતાં તેમાંથી ૮૦ લાખ રૂપિયાની સોનાની માટી પકડાઈ હતી જેથી ટ્રાફિક પોલીસે ગાડી મુદ્દામાલ અને આરોપીઓને ઓઢવ પોલીસને સોંપતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
પોલીસની પ્રારંભિક તપાસમાં કારમાં બેઠેલા શખ્સોના નામ શુભ પેઠીવાલા, મોહમ્મદ ફરાજ ગોપાલપુર અને ભુવનેશ્વરપુરી સોઢા છે. આ ત્રણેય મુળ રાજસ્થાનના છે. આ સોનું ધર્મા નામના શખ્સે મોકલાવ્યું હતું જે મુળ રાજસ્થાનનો રહેવાસી છે પરંતુ દુબઈમાં રહીને સોનાની દાણચોરી કરી રહ્યો છે. સાથે જ રાજેશ અને અન્ય એક વ્યક્તિ જે ઝડપાયેલા આરાપેીઓને અન્ય એક વ્યક્તિ જે ઝડપાયેલા આરોપીઓને એરપોર્ટની નજીક સોનાનો પાવડર આપી ગયો હતો. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ધર્મા તેમજ રાજેશ જે મોબાઈલ નંબરનો ઉપયોગ કરે છે તે મોબાઈલ નંબર દુબઈના છે જેથી ઓઢવ પોલીસે એરપોર્ટ નજીક કઈ જગ્યાએથી સોનાનો પાવડર આરોપીઓને આપવામાં આવ્યો અને તે કોણ હતું તેની તપાસ શરૂ કરી છે. પકડાયેલો મોહમ્મદ ફરાજ તેની આંખની સારવાર માટે અમદાવાદ આવ્યો હોવાનું રટણ કરી રહ્યો છે.