આ વર્ષે જન્માષ્ટમી, ગણેશ ચોથ, નવરાત્રી અને દિવાળી 12 દિ’વહેલી : જાણો કયો તહેવાર ક્યારે આવશે
આ વર્ષે તહેવારોની મોસમ વહેલી શરૂ થશે, આવતા વર્ષે પરસોતમ મહીનાના લીધે આ વરસનાં તહેવારોનું આગમન 10 થી 12 દિવસ વહેલાસર શરૂ થઇ જશે. 25 જુલાઈથી હરહર મહાદેવના નાદ સાથે શ્રાવણ મહીનાની પ્રારંભ થઇ રહ્યો છે.
ઈ.સ. 2026 મા જેઠ પુરુષોતમ એટલે કે અધિક મહિનો આવતો હોવાનાં કારણે 2026નાં આવતા વર્ષનાં વેશાખ મહિના સુધી દરેક તહેવાર સામાન્ય કરતાં 10 થી 12 દિવસ વહેલા આવશે અને જયારે અધિમા મહીનો જે વર્ષે આવવાનો હોય તેના આગલા વર્ષે અને આગલા મહીના સુધી દરેક તહેવાર વહેલા આવે છે અને અધિક મહીના પછીનાં વર્ષ દરેક તહેવાર 10 થી 12 દિવસ મોડા આવે છે. આ સમાન્ય છે. પરંતુ પંચાગનાં ગણિતને જાણવું જરૂરી છે કારણ કે આપણા હિન્દુ પંચાગનો સંબંધ સીધા આકાશ સાથે જોડાયેલા છે. સામાન્ય રીતે શ્રાવણ મહીનાની ઓગષ્ટ મહિનામાં પ્રથમ અઠવાડિયામાં થતો હોય છે પરંતુ આ વર્ષે શ્રાવણ મહીનો ૨૫ જુલાઇથી શરૂ થઇ જશે. જયારે ગણેશચોથ સપ્ટેમ્બર મહીનાનાં બીજા અઠવાડિયામાં આવતો હોય છે. જયારે આ વર્ષ ગણપતિ ઉત્સવ એટલે કે ચોથ 27 ઓગષ્ટે છે જે સામાન્ય કરતા 15 દિવસ વહેલો આવશે. નોરતાની શરૂઆત પણ સામાન્ય રીતે ઓકટોબર મહીનમાં થતી હોય છે જયારે આ વર્ષે નવરાત્રી 22 સપ્ટેમ્બરના દિવસે શરૂ થશે આમ દિવાળી પણ વહેલી છે. 20 ઓકટોબરના દિવસે દિવાળી છે.
આ પણ વાંચો : ‘વોઇસ ઓફ ડે’નાં સમાચારનો પડઘો : રાજકોટ GST અપીલમાં મળ્યા એક સાથે બે ડેપ્યુટી કમિશનર
- ઇ.સ. 2026 વિક્રમ સંવત 2081ના મુખ્ય તહેવારોની યાદી
દેવપોઢી એકાદશી તથા મોળાકત વ્રતનો પ્રારંભ તા. 6-7-2025 - જયાપાર્વતી વ્રતનો પ્રારંભ તા. 8-7-2025ને મંગળવારથી
- ગુરૂપૂર્ણિમા તા. 10-7-2025ને ગુરૂવારથી મોળકાત વ્રતનું જાગરણ
- જયાપાર્વતી વ્રતનું જાગરણ તા.12-7-2025ને શનિવારે
- કાળીકા એકાદશી તા. 21-7-2025ને સોમવાર
- દિવાસો એવ્રત-જીવરત તથા જાગરણ તા. 24-7-2025
- શ્રાવણ મહિનાનો પ્રારંભ તા. 25-7-2025ને શુક્રવારથી
- -પુત્રદા એકાદશી તા. 5-8-2025ને મંગળવારે
- રક્ષાબંધન તા. 9-8-2025ને શનિવારે
- બોળચોથ તા. 12-8-2025ને મંગળવારે
- નાગપાંચમ તા. 13-8-2025ને બુધવાર
- રાંધણછઠ્ઠ તા.૧૪-૮-૨૦૨૫ને ગુરૂવારે
- શિતળાશાતમ તથા સ્વાતંત્ર્યદિન તા.15-08-2025ને શુક્રવારે
- જન્માષ્ટમી તા.16-08-2025ને શનિવારે
- અજા એકાદશી તા. 19-08-2025ને મંગળવારે
- શ્રાવણ મહિનાની પુર્ણાહૂતિ તા. 23-08-2025ને શનિવારે
- ગણેશચોથ ગણપતિ ઉત્સવ પ્રારંભ તા. 27-8-2025ને બુધવાર
- ઋષીપંચમી તા. 28-08-2025ને ગુરૂવારે
- શ્રાધ્ધપક્ષની શરૂઆત ભાદરવા વદ એકમને સોમવાર તા. 8-09-2025
- સર્વપિતૃ અમાસ ભાદરવી અમાસ તા.21-09-2025ને રવિવારે
- નવરાત્રી પ્રારંભ તા.22-09-2025 સોમવાર
- દશેરા તા.2-10-2025ને ગુરૂવારે
- ધનતેરશ તા.18-10-2025 ને શનિવારે
- કાળી ચૌદશ તા. 19-10-2025ને રવિવારે
- દિપાવલી તા.20-10-2025ન સોમવારે
(શાસ્ત્રી રાજદીપ જોષી-વેદાંત રત્ન)”