ચંદ્રયાન -3 પર ફક્ત આપની ઇસરોની ટીમની જ સતત નજર છે એવું નથી બલ્કે નાસા સહિત દુનિયાભરની સ્પેસ એજન્સીઓની નજર છે. યાન પર વોચ રાખવામાં ઇસરોને આ બધી એજન્સીઓ પણ સહાયતા કરી રહી છે.
ઇસરો પાસે અંતરીક્ષ યાનોને ટ્રેક કરવા માટે જરૂરી ઊપકરણ્ છે જ પરંતુ આવા સમયે આવશ્યક ટ્રેકીંગના વૈશ્વિક નેટવર્કની પણ જરૂર હોય છે. એટલા માટે જ ઇસરોને આંતરરાષ્ટ્રીય એજન્સીઓની મદદ પણ મળી રહી છે.