સમલૈંગિક લગ્નની માન્યતા અંગેના ચુકાદાની પુનઃ સમીક્ષા જરૂરી નથી
સમલૈંગિક લગ્નોને કાયદેસરની માન્યતા આપવાનો ઇનકાર કરતા સર્વોચ્ચ અદાલતના 2023 ના ચુકાદા અંગે પુનઃસમીક્ષા કરવાની અરજીઓ સર્વોચ્ચ અદાલતે નકારી કાઢી હતી.
વર્ષ 2023 માં સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ
ડી વાય ચંદ્રચુડના વડ પણ હેઠળની પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે આવા લગ્નની કાયદેસર માન્યતા માંગતી અરજીઓ પર સુનાવણી કરી હતી. પાંચ ન્યાયાધીશોની એ બેંચમાં થી બહુમતી ત્રણ ન્યાયાધીશોએ આવા લગ્નને કાયદેસરતા આપવા માટે કોઈ બંધારણીય આધાર ન હોવાનો ચુકાદો આપી એ માંગણી ફગાવી દીધી હતી.જોકે તત્કાલીન ચીફ જસ્ટિસ અને જસ્ટિસ કૌલે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો મત રજૂ કર્યો હતો.
તે ચુકાદાને પગલે LBGTOIA સમુદાય નિરાશ થયો હતો અને આ મુદ્દો જાહેર હિતનો હોય ઓપન કોર્ટમાં તેની સમીક્ષા કરવાની માગણી કરતી અરજી કરી હતી.
તેને સુનાવણી માટે રચવામાં આવેલી જસ્ટિસ બી વાય ગવઇ, જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ બી વી નાગરાથન, જસ્ટિસ પી એસ નરસિમ્હા તથા જસ્ટિસ દીપાંકર દત્તાની બનેલી પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે જો કે ઓપન કોર્ટ ને બદલે ચેમ્બરમાં જ સમીક્ષા કરી હતી અને સુપ્રીમ કોર્ટે આપેલો 2023 નો ચુકાદો બંધારણીય રીતે યોગ્ય જ હોવાથી એ તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર ન હોવાનો ચુકાદો આપ્યો હતો.