અમેરિકાનાં સાયબર વર્લ્ડમાં રાજકોટનો સિતારો ચમક્યો : સિસ્ટમ હેક થાય તે પહેલા જ બગ શોખી કાઢતા NASA, WHOએ કરી સરાહના
અમેરિકાનાં સાયબર વર્લ્ડમાં રાજકોટનો 21 વર્ષીય યુવાન સર્વજ્ઞ અત્યારે સર્વેસર્વા થઈ ગયો છે.નાસા, who, અમેરિકાની કંપનીઓની સાઇબર સિક્યોરિટી સંભાળતી સંસ્થા નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર સ્ટાન્ડર્ડ એન્ડ ટેકનોલોજીની વેબસાઈટમાંથી “મિસ્ટેક” શોધી આપી હતી. જો આ ભૂલ એટલે કે સાયબર સિક્યોરિટીની ભાષામાં જૈને બગ કહેવામાં આવે છે,જો આ ક્ષતિ ન સુધરે તો સાઇટને સરળતાથી હેક કરી શકાય…. આ કામ માટે નાસા, WHO, અમેરિકા અને નેધરલેન્ડની સરકાર દ્વારા રાજકોટનાં વિપ્ર પરિવારનાં પુત્રની પ્રશંસા સાથે સર્ટિફિકેટ તેમજ હોલ ઓફ ફ્રેમમાં એડમિટ કરાયો છે.
હાલમાં સર્વજ્ઞ અમેરિકામાં માસ્ટર ડિગ્રી માટે ગયો છે જ્યાં ન્યુજર્સી ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં સાયબર સિક્યુરિટી એન્ડ પ્રાઈવેસીમાં અભ્યાસ કરી રહ્યો છે.જેનો પરિવાર રાજકોટમાં રહે છે. મમ્મી શીતલબેન ગૃહિણી છે અને પપ્પા દેવર્ષિ પાઠક ફોટોગ્રાફર છે જ્યારે બહેન પ્રેક્ષા પણ ભાઈના પગલે એન્જિનિયરિંગમાં આગળ વધીને કારકિર્દી બનાવી રહી છે.
ધોરણ 10 સુધી સેન્ટ મેરીમાં અભ્યાસ કર્યા બાદ સર્વજ્ઞએ સાયન્સ ફિલ્ડમાં આગળ વધતા ધોરણ 11-12 માં ઉત્કર્ષ સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કરીને ગાંધીનગરની ધીરુભાઈ અંબાણી કોમ્પ્યુટર ટેકનોલોજી એન્જિનિયરિંગ કોલેજમાંથી આઇસિટીમાં બીટેક પૂરું કર્યું,
સાઇબર સિક્યુરિટીમાં અવનવા રિસર્ચ કરતો, જ્યાં તેને સાઇબર સિક્યુરિટી ક્લબ પણ બનાવી છે. દિલ્હી માં ડીઆરડીઓમાં તેને છ મહિનામાં ઇન્ટર્નશીપ પૂરી કરીને તેના રિસર્ચ પેપર બેંગ્લોરમાં સબમીટ કરવામાં આવ્યા હતા
બગ એટલે શું ? જે શોધતાં સર્વજ્ઞની પીઠ અમેરિકા અને નેધરલેન્ડ સરકારએ થાબડી
સાઇબર સિક્યુરિટીમાં બગ સૌથી વધારે મહત્વ પૂર્ણ રહે છે, બગ એટલે કોડમાં થયેલી ભૂલ, કોઈપણ વેબસાઈટ કે પછી પ્રોજેક્ટ બનાવો હોય તો કોડિંગના આધારે તે બનાવતો હોય છે જ્યારે કોડ લખવામાં નાની ભૂલ રહી જાય તો તેને બગ કહેવાય છે. જો આ ભૂલ ધ્યાનમાં ન આવે તો સાઈટ હેક થઈ શકે. આ ભૂલ કેટલી મોંઘી પડી શકે તેનું ઉદાહરણ તેને દર્શાવ્યું હતું. આ બગનાં લીધે who ની વેબસાઈટ સર્વજ્ઞનાં કંટ્રોલમાં આવી ગઈ હતી. આથી તેને રિસર્ચ રિપોર્ટ બનાવીને whoને મોકલ્યો હતો. આવી જ બગ નાસાની વેબસાઈટમાંથી પણ શોધી આપતા બંને સંસ્થા તરફથી હોલ ઓફ ફેમ જે એક પ્રકારનું થેન્કયુ છે તે આ બંને ઓર્ગેનાઈઝેશન સર્વજ્ઞ પાઠક આપેલ છે. તો નેધરલેન્ડ સરકાર તરફથી એક ટીશર્ટ અને એક લેટર અપાયો છે

અમેરિકાની સાયબર સિસ્ટમમાં સર્વજ્ઞના નામથી ‘બગ રજીસ્ટર્ડ’
અમેરિકન સરકાર સંચાલિત દર એક સાયબર સિક્યુરિટી સંસ્થા કામ કરે છે જે સમગ્ર અમેરિકાનું સાયબર સ્ટ્રકચર મોનિટર કરે છે, આ સંસ્થાનું નામ છે નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર સ્ટાન્ડર્ડ એન્ડ ટેકનોલોજી. અમેરિ અમેરિકાની આ સાયબર સિક્યુરિટીમાં પણ ભૂલ રહી ગઈ હતી. જેમાં તેને ઓપન સોર્સમાં સિક્યુરિટી ની ભૂલો શોધી હતી. આ સંસ્થા દ્વારા રાજકોટના સર્વજ્ઞ કઈ રીતે બગ શોધે છે તે અંગે તેને સંશોધન કર્યું અને તેને જાણ્યું કે, આ રીતે કોઈ બગ સુધી શકતું નથી તે તેને બગ ડિસ્કવર તરીકે સર્વજ્ઞ પાઠકનું નામ રજીસ્ટર કર્યું હવે યુએસ સરકારના ડેટા બેઝમાં સર્વજ્ઞ નું નામ કાયમી રજીસ્ટર થયું છે.