રાજકોટની ભાગોળે મુંજકા ગામે શ્રી સિટી એપાર્ટમેન્ટના એ-401 નંબરના ફ્લેટમાં તસ્કરે ત્રાટકીને 1.69 લાખની ચોરી કરી જતાં પોલીસે તસ્કરની શોધખોળ આદરી હતી.
આ અંગે વેબ ડિઝાઈનર રવિ દિલીપભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે 17 માર્ચે સવારે 8ઃ30 વાગ્યે ઘર લોક કરીને ઓફિસ પર ડેટા લેવા ચાલ્યો ગયો હતો. આ પછી એ જ દિવસે સવારે 10ઃ30 વાગ્યે ફ્લેટને લોક કરી જામખંભાળિયા રવાના થયો હતો. દરમિયાન 24 માર્ચે પરત આવ્યો ત્યારે મુખ્ય દરવાજાનો લોક ખુલ્લો હોય કશુંક અજુંગતું થયાની શંકા જતાં ઘરની અંદર તપાસ કરતાં બેડરૂમની સેટીની પ્લાઈ ત્રાસી થઈ ગયેલી જોવા મળી હતી. આ પછી તસ્કરે રૂમનો લાકડાનો કબજાટનો દરવાજો ખોલી તેના ડ્રોવરમાં રહેલી તીજોરીની ચાવી કાઢી સોના-ચાંદીના 1.69 લાખના ઘરેણાની ચોરી કરી ગયો હતો.