World Autism Day 2025 : શું તમારું બાળક પણ છે ઓટીઝમનો શિકાર ?? જાણો ઓટીઝમ એટલે શું ? કઈ રીતે ઓળખી શકાય ?
આજે વર્લ્ડ ઓટીઝમ ડે, દર 68માંથી એક બાળક ઓટિઝમથી પીડિત:જિનેટિક ડીસીઝ જેટલો જલ્દી ઓળખાય તો બાળકનાં નોર્મલ થવાના ચાન્સીસ વધુ: મનોદિવ્યાંગ સમજવાની ભૂલ ન કરો:ન્યુરોફિઝયાટ્રીસ્ટ ડો.ગાયત્રી રાઠોડ
કેન્સર,ડાયાબીટીસ કે અન્ય ગંભીર બીમારી થી પીડાતા બાળકોની ટકાવારી કરતાં ઓટીઝમથી પીડાતા બાળકોનો સ્કેલ હાઈ છે.દેશમાં દર 68માંથી 1 બાળકને ઓટીઝમ છે.આજે ઓટીઝમ અવેરનેસ દિવસ છે. દેશમાં વર્ષ 2023નાં આંકડા મુજબ 18 મિલિયન બાળકો ઓટીઝમથી પીડાઈ રહ્યા છે.ઓટીઝમ એટલે માનસિક ક્ષતિગ્રસ્ત કે માનસિક દિવ્યાંગતા નથી. આ ડિસઓર્ડર રીતે લોકો ખૂબ જ ઓછું જાણે છે. સામાન્ય રીતે આવા બાળકોને મંદબુદ્ધિના બાળકો સમજવાની ભુલ કરતાં લોકોને સમજાવતાં ડો.ગાયત્રી રાઠોડ કહે છે કે,ભલે આ બાળકો સામાન્ય નથી પણ તેમનું આઈ.કયુ.અસામાન્ય કહી શકાય તેવી ક્ષમતા ધરાવે છે.
ઓટીઝમ એટલે શું? કઈ રીતે ઓળખી શકાય?
શિવાન્યા સીઆઇડીએ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરનાં ફાઉન્ડર ડો.ગાયત્રી રાઠોડએ ઓટીઝમ વિશે “વોઇસ ઓફ ડે”સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે,ઓટીઝમ એટલે ન્યુરો ડેવલપમેન્ટ પ્રોબ્લેમ તરીકે ઓળખાય છે અને પ્રેગ્નેન્સી વખતે ગુણસૂત્ર કે અન્ય કોઈ ઇન્ફેક્શન થયું હોય તો બાળકોમાં આ ન્યુરોલોજિકલ સિન્ડ્રોમ જોવા મળે છે, જેનાં લક્ષણો જલ્દીથી જોવા મળતા નથી ખાસ કરીને નવ વર્ષની નીચેના બાળકોમાં ઓટીઝમ હોય તો તેના લક્ષણોમાં આ બાળક એકલો રહે છે તે કોઈની સાથે જલ્દીથી વાતચીત કરી શકતો નથી, બોલવામાં તકલીફ થવી, કોઈપણ વ્યક્તિ સાથે તે નજર મેળવીને વાત કરી શકતો નથી, તેની ઉંમરના બાળકોથી દુર રહી એકલો રહે અને એકલો જ રમે છે. કારણ વિના હસ્યાં કરે અને રડ્યા કરે, કોઈપણ ઊંચા અવાજ સુધી તે ડરી જાય છે અને કાન પર હાથ રાખતો નજરે પડે, ચીડીયાપણું અને ગુસ્સો વગેરે જોવા મળે છે.
ઝડપથી નિદાન થઈ જાય તો બાળક નોર્મલ થવાનાં ચાન્સ વધુ રહે છે
ન્યુરોલોજીસ્ટ જણાવે છે કે, જેટલું જલ્દી બાળકનું નિદાન થઈ જાય એટલી જ ટ્રીટમેન્ટ વહેલી શરૂ થઈ જવાથી 90 ટકા ચાન્સ બાળકના સામાન્ય થઈ જવાના હોય છે. ઘણા એવા કે સામે આવ્યા છે કે બાળપણમાં ઓટીઝમથી પીડાતા હતા જેમને અત્યારે વિવિધ ક્ષેત્રમાં સફળતા મેળવી છે.જ્યારે ઓટીઝમ સીવીયર હોય ત્યારે તેના સામાન્ય થવાના ચાન્સ ખૂબ ઓછા હોય છે. આખા એપ્રિલ મહિનાને ઓટીઝમ અવેરનેસ મહિનો તરીકે જાહેર કરી આ બાબતે જાગૃતતા ફેલાવવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેર કર્યું છે. આ પ્રકારના નિદાનમાં વિવિધ થેરાપી આપીને તેમની સારવાર કરાય છે.જેમાં ઓક્યુપેશનલ થેરાપી, એ બી એ એટલે કે એપાલાઈડ બિહેવિયર એનાલિસિસ થેરાપી અપાય છે.