રાજકોટ પોલીસનો જાદુઈ આંક ?? રાજકોટની વસતી 20 લાખ અને અસામાજિક તત્ત્વો માત્ર 756 જ નીકળ્યા
સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરની વસતિ ભલે ૨૦ લાખને પાર કે ૨૫ લાખ નજીકની હોય પરંતુ રાજકોટ શહેર પોલીસના આંક મુજબ લાખોની વસતિમાં માત્ર અસામાજિક તત્વો કે ગુનેગારો છે માત્ર ૭૫૬ ૪. શહેરમાં દારૂનું દૂષણ વધુ હોય તેમ નાના-મોટા મળી ૩૦૧ જેટલા ધંધાર્થીઓનો સમાવેશ કરાયો છે. જ્યારે બીજા ક્રમે મિલક્ત સંબંધી ગુના આચરનારા ૨૨૧ ઈસમો છે. પોલીસના આંકડા મુજબ આ બન્ને દૂષણ ન હોત તો શહેરમાં ઓન પેપર તો શાંતિ-શાંતિની માફક માત્ર ને માત્ર ૨૩૪ જ અસામાજિક તત્વો જ મળેલ.
રાજ્યના ડીજીપી વિકાસ સહાયના આદેથી ૧૦૦ કલાકની અંદર રાજકોટ શહેર પોલીસે પણ અસામાજિક તત્વો શહેરમાં કેટલા ? તેની યાદી તૈયાર કરીને જાહેર કરી છે. રાજકોટમાં જે રીતે પોલીસ પર પણ હુમલાઓ થાય તે અંદાજે કદાચ ગુનૈકારો કે આવા તત્વોનું લાંબુ લચક લિસ્ટ હશે તેવું કદાચ પોલીસે પણ ધાર્યું હશે. જો કે વીસ-પચ્ચીસ લાખની વસતિમાં માત્રને માત્ર ૭૫૬ અસામાજિક તત્વો પોલીસે શોધ્યા મળ્યા છે.
ચોરી કે આવી કૂટેવ ધરાવતા ૨૨૧ ઈસમો છે, પોલીસ ભલે દોડે, દરોડા પાડે પરંતુ દારૂનું દૂષણ વધુ હોય તે પ્રમાણે ૩૦૧ આવા તત્વો શહેરમાં સામેલ છે. મારામારી કે વારંવાર હુમલા, માથાકૂટો કરતા હોય તેવા આંગળીના વેઢે ગણાય તેટલા ૩૬ આરોપી છે. જ્યારે ધાકધમકી આપવી ખંડણી પડાવવા ગુના આચરવાના આરોપી કે આવા તત્વોનું લાંબુ લચક લિસ્ટ હશે તેવું કદાચ પોલીસે પણ ધાર્યું હશે. જો કે વીસ-પચ્ચીસ લાખની વસતિમાં માત્રને માત્ર ૭૫૬ ૪ અસામાજિક તત્વો પોલીસે શોધ્યા મળ્યા છે.
ચોરી કે આવી કૂટેવ ધરાવતા ૨૨૧ ઈસમો છે, પોલીસ ભલે દોડે, દરોડા પાડે પરંતુ દારૂનું દૂષણ વધુ હોય તે પ્રમાણે ૩૦૧ આવા તત્વો શહેરમાં સામેલ છે. મારામારી કે વારંવાર હુમલા, માથાકૂટો કરતા હોય તેવા આંગળીના વેઢે ગણાય તેટલા ૩૬ આરોપી છે. જ્યારે ધાકધમકી આપવી ખંડણી પડાવવા ગુના આચરવાના આરોપી માંડ બે આંકડે ૧૧ જ છે. કોઈક કોઈક જુગારના શોખીન કે જુગારીઓ હોય તેમ વારંવાર પત્તા ટીંચતા કે આવા કોઈપણ પ્રકારના જુગાર રમતા આવી પ્રવૃત્તિત્ત કરતા ૫૭ શખસ છે. જ્યારે વારંવાર અન્ય ગુનાઓ આચરતા ૧૩૦ આરોપી મળી રાજકોટ શહેર પોલીસના દફ્તરે ૭૫૬ અસામાજિક તત્વો જાહેર થયા છે. હવે પોલીસ આ તત્વો સામે કાયદાના પાઠ ભણાવવા કાર્યવાહી કરશે. કોઈને પાસામાં મોકલવા તો કોઈની સામે અન્ય રીતે પગલાં લેવા કવાયત થશે. જો કે ૧૦૦ કલાક પૂર્ણ થવાના આરે છે ત્યાં સુધીમાં રાજકોટમાં એક પણ અસામાજિક તત્વ સામે પગલાં ભરાયા હોય તેવું હજુ સત્તાવાર રીતે જાહેર કરાયું નથી.
રાજકોટ રેન્જના પાંચ જિલ્લામાં બૂલડોઝર ફરવા લાગ્યા, વીજ કનેકશન કટ કરાયા

રાજકોટ રેન્જ હેઠળ આવતા રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેન્જ આઈજી અશોક કુમાર યાદવના વડપણ હેઠળ એસપી અને અન્ય સ્થાનિક અધિકારીઓ, પોલીસ દ્વારા ૧૦૦ કલાક મુજબની અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાઈ છે. ઓન પેપર પાંચ જિલ્લામાં પણ ગુનેગારો કે આવા તત્વો પ્રમાણમાં ઓછા હોય તેમ ૧,૯૧૭ અસામાજિક ગુંડા તત્વો નીકળ્યા છે. આરંભાયેલી કાર્યવાહી મુજબ ૨૨૪ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. ખનીજચોરી કરતા છ ઈસમો સામે કાર્યવાહી માટે ખાણખનીજ વિભાગ સાથે સંકલન સાધવામાં આવ્યું છે. નવ ઈસમોના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા કવાયત આરંભાઈ છે. પીજીવીસીએલ સાથે સંકલનમાં રહીને ૭૧ઈસમોની મિલકતો ચેક કરાઈ જેમાં ૫૦ શખસોને ત્યાં ગેરરીતિ પકડતા વીજ કનેકશન કટ કરવામાં આવ્યા છે. ૨૫,૨૭, ૨૪૧ની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. આઠ સામે ગુના દાખલ કરાવાયા છે. બે દિવસથી આરંભાયેલી કાર્યવાહી હજુ પણ ચાલુ રહેશે. જે કે વાસ્તવિક જ આંકડો છે ? જે જાણકારોમાં ચર્ચાનો વિષય હશે. જો કે પોલીસ રાજ્યભરમાં અત્યારે જે કાર્યવાહી કરે છે તેનાથી ગુનેગારો કે અસામાજિક તત્વોમાં ફફડાટ તો હશે જ અને પોલીસની આ કામગીરી સરાહનિય પણ કહી શકાય.