રાજકોટ :રેલનગરમાં પલ્સ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં PMJAYકાર્ડ ઉપર વિનામૂલ્યે સારવાર
- હવે રેલનગર અંડરબ્રીજ બંધ થાય કે પાણી ભરાય તો પણ દર્દીઓએ ચિંતા કરવાની જરૂર નથી
- ગરીબ અને મધ્યમવર્ગના લોકોને નિષ્ણાંત તબીબોની સેવાનો લાભ મળી શકશે
વિકસતા જતા રાજકોટમાં રેલનગર વિસ્તારનો પણ સિંહફાળો છે. રેલનગરમાં વસવાટ વધ્યો છે સાથે સાથે સુવિધા પણ વધી રહી છે. આ વિસ્તારમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ખામી હતી તે પણ દ્વારકેશ હેલ્થકેર હોસ્પિટલ એલ.એલ.પી.સંચાલિત પ્લસ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે પૂરી કરી દીધી છે. પહેલા તો રેલનગર અંડરબ્રીજ કોઈ કારણોસર બંધ રહે અથવા પાણી ભરાઈ જાય તો લોકોની અવરજવર બંધ થઇ જતી હતી અને ઈમરજન્સી કેસમાં મુશ્કેલી ઉભી થતી હતી પરંતુ આ હોસ્પિટલ શરુ થતા આ મુશ્કેલી દુર થઇ ગઈ છે અને સમગ્ર રેલનગર વિસ્તાર ઉપરાંત છેક જંકશન સુધીના વિસ્તારના દર્દીઓ અહી સારવાર લેવા માટે આવે છે. હવે આ હોસ્પિટલમાં પી.એમ.જે.એ.વાય કાર્ડની સુવિધા પણ શરુ કરવામાં આવી છે અને તેના ઉપર દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવાનું શરુ કરવામાં આવ્યું છે.