સૈફ ખાનના હુમલાખોર વિષે શું ચોંકાવનારી માહિતી બહાર આવી ? જુઓ
અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ અંગે નવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપીએ પોલીસને જણાવ્યું કે તે બાંગ્લાદેશમાં કુસ્તીનો ખેલાડી છે. આરોપીના જણાવ્યા મુજબ, તેણે જિલ્લા તેમજ રાષ્ટ્રીય સ્તરે કુસ્તી કરી છે. શહજાદે પોલીસને જણાવ્યું કે તે બાંગ્લાદેશમાં એક પહેલવાન હતો અને ઓછા વજનના વર્ગમાં કુસ્તી કરતો હતો. આરોપી જિલ્લા કક્ષા અને રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં પોતાની તાકાત બતાવતો હતો. એક પહેલવાન હોવાને કારણે, તે સૈફ અલી ખાન પર હુમલો કરવામાં સફળ રહ્યો.
ઘણી સેલિબ્રિટીઓના ઘરે રેકી
પૂછપરછ દરમિયાન એ પણ ખુલાસો થયો કે આરોપી મોહમ્મદ શહજાદે સૈફ અલી ખાનના ઘરમાં પ્રવેશતા પહેલા અનેક સેલિબ્રિટીઓના ઘરની રેકી કરી હતી. આરોપી રિક્ષાચાલક પાસેથી સેલિબ્રિટીઓના ઘરો વિશે માહિતી લેતો હતો.
શાહરૂખ ખાન,સલમાન ખાન અને સૈફ અલી ઉપરાંત, આરોપીઓએ અન્ય ઘણી સેલિબ્રિટીઓના ઘરની પણ રેકી કરી હતી. રવિવારે સવારે પોલીસે થાણે શહેરમાંથી ૩૦ વર્ષીય આરોપી શહેઝાદની ધરપકડ કરી હતી.
આરોપી શહજાદ અંગે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એમ પણ કહ્યું હતું કે સૈફ પર હુમલા બાદ તેણે 3 થી 4 વખત કપડાં બદલ્યા હતા. ગુનો કર્યા પછી, આરોપી સતત ફરતો હતો. તે બાંદ્રા સ્ટેશન ગયો. ત્યાંથી તે દાદર, વરલી, અંધેરી અને પછી થાણે ગયો. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, આરોપી શહજાદ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મુંબઈ આવ્યો હતો.