Pahalgam terror attack : કોણ છે આતંકી હુમલાનું કાવતરું ઘડનાર માસ્ટર માઇન્ડ ? હાફિઝ સઇદ સાથે ખાસ કનેક્શન
અમરનાથની યાત્રા પહેલા જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મોટો આતંકી હુમલો થયો છે. આ આતંકવાદી હુમલામાં 26થી નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. . આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) દ્વારા લેવામાં આવી છે, જે લશ્કર-એ-તૈયબાનું એક ફ્રન્ટ સંગઠન હોવાનું કહેવાય છે. આ હુમલાનો માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ ખાલિદ છે, જેના પર NIA એ ₹10 લાખનું ઇનામ રાખ્યું છે.
TRF લશ્કર-એ-તૈયબાનું સહયોગી સંગઠન
પાકિસ્તાનના પહેલગામમાં જે આતંકી હુમલો કરવામાં આવ્યો છે તે આતંકીઓના સ્કેચ પણ જાહેર કરવામાં આવ્યા છે તેમજ હુમલાના માસ્ટરમાઇન્ડનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સમગ્ર ઘટનાનો માસ્ટરમાઇન્ડ આતંકવાદી સૈફુલ્લાહ ખાલિદ છે. તે જ જમ્મુ અને કાશ્મીરમાં લશ્કર અને ટીઆરએફની આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યો છે. TRF એ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું સહયોગી સંગઠન છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૈફુલ્લાહ ખાલિદ આતંકવાદી હાફિઝ સઈદની ખૂબ નજીક છે. પાકિસ્તાની સેના પણ ખાલિદની પકડમાં છે.
સૈફુલ્લાહ આધુનિક સુરક્ષા કવચ હેઠળ
લશ્કર-એ-તૈયબાના નાયબ વડા સૈફુલ્લા ખાલિદને સૈફુલ્લાહ કસૂરી તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં થયેલા ઘણા મોટા આતંકવાદી હુમલાઓમાં તેનું નામ સામે આવ્યું છે. એવું કહેવાય છે કે સૈફુલ્લાહને લક્ઝરી કારનો શોખ છે. આ સાથે, તે સૌથી આધુનિક શસ્ત્રોથી સજ્જ લશ્કર આતંકવાદીઓના સુરક્ષા કવચ હેઠળ રહે છે.
2 ફેબ્રુઆરી 2026 સુધીમાં કાશ્મીર પર કબજો કરવાની વાત
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ISI અને પાકિસ્તાની સેનાની બેઠકમાં તેમણે કહ્યું હતું કે, હું વચન આપું છું કે 2 ફેબ્રુઆરી, 2026 સુધીમાં કાશ્મીર પર કબજો કરવાનો પ્રયાસ કરીશું. આગામી દિવસોમાં અમારા મુજાહિદ્દીનના હુમલાઓ વધુ તીવ્ર બનશે. 2 ફેબ્રુઆરી 2026 સુધીમાં કાશ્મીર સ્વતંત્ર થઈ જશે. તેમનું ભાષણ સાંભળવા માટે મોટી સંખ્યામાં સશસ્ત્ર આતંકવાદીઓ એકઠા થયા હતા.
એબોટાબાદમાં આતંકવાદી કેમ્પ સ્થાપવામાં આવ્યો
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સૈફુલ્લાહ ખાલિદ ગયા વર્ષે એબોટાબાદના જંગલમાં આતંકવાદી છાવણીમાં હાજર હતો. આ શિબિરમાં સેંકડો પાકિસ્તાની છોકરાઓએ ભાગ લીધો હતો. તેનું આયોજન લશ્કર-એ-તૈયબાની રાજકીય પાંખો PMML અને SML દ્વારા કરવામાં આવ્યું હતું. આતંકવાદી હુમલા માટે આ કેમ્પમાંથી છોકરાઓની પસંદગી કરવામાં આવતી હતી. આ છોકરાઓને ટાર્ગેટ કિલિંગ માટે તાલીમ આપવામાં આવી હતી. અહીં સૈફુલ્લાહએ ભારત વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપીને છોકરાઓને ઉશ્કેર્યા હતા. એ પણ પ્રકાશમાં આવ્યું કે આ છોકરાઓ પાકિસ્તાની સેનાની મદદથી સરહદ પાર કરીને ઘૂસણખોરી કરી હતી.
TRF ક્યારે ઉભરી આવ્યું ?
TRFની જો વાત કરવામાં આવે તો 14 ફેબ્રુઆરી 2019 ના રોજ પુલવામા હુમલાથી શરૂ થાય છે. એવું કહેવાય છે કે આ હુમલા પહેલા પણ આ આતંકવાદી સંગઠને ખીણની અંદર પોતાના પગ પેસારો કરવાનું શરૂ કરી દીધું હતું. ધીમે ધીમે, આ સંગઠને પોતાની તાકાત વધારવાનું શરૂ કર્યું અને તેને ગુપ્તચર એજન્સી ISI ની સાથે કેટલાક પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનોનો ટેકો મળ્યો. 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર થતાં જ આ સંગઠન આખા કાશ્મીરમાં સક્રિય થઈ ગયું.