ફિલ્મ Sector 36નું ટ્રેલર રીલીઝ : વિક્રાંત મેસ્સીના ખૂંખાર અંદાજથી તમારા હોંશ ઊડી જશે
વિક્રાંત મેસ્સીની ફિલ્મો બૉલીવુડમાં ધૂમ મચાવી રહી છે. તેની એક્ટિંગને લઈને લોકો તેને પસંદ કરી રહ્યા છે ત્યારે તેઓ વધુ એક ધમાકેદાર ફિલ્મ લઈને આવી રહ્યા છે ‘સેક્ટર 36’. થોડા સમય પહેલા તેમની Netflix વેબ સીરિઝ ફીર આઈ હસીન દિલરુબા રીલીઝ થઈ હતી ત્યારે ફરી એક વખત વિક્રાંત મેસીની Netflix ‘સેક્ટર 36’ ફિલ્મમાં જોવા મળશે. આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. મેડૉક ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ આ મહિને જ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર ઘણું ખતરનાક છે. બાળકોના અપહરણ અને હત્યાની ઘટના પર આધારિત ફિલ્મ ધૂમ મચાવશે. ફિલ્મમાં વિક્રાંતની સાથે દીપક ડોબરિયાલ પણ મહત્વની ભૂમિકામાં છે.
ફિલ્મનું ટ્રેલર નેટફ્લિક્સ ઈન્ડિયાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યું છે. તેની સાથે લખ્યું છે, ‘વિક્રાંત મેસી અને દીપક ડોબરિયાલ એક ખતરનાક ચૂહા-બિલ્લીની રેસ એક ખતરનાક સત્યને ઉજાગર કરવા માટે… સત્ય ઘટના પર આધારિત, આ ફિલ્મ 13 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
ટ્રેલરમાં દીપક ડોબરિયાલ પોલીસ ઓફિસરની ભૂમિકામાં છે. જ્યારે, વિક્રાંત એક દુષ્ટ અપહરણકર્તાની ભૂમિકામાં છે. ટ્રેલર પોલીસ સ્ટેશનના દ્રશ્યથી શરૂ થાય છે, જ્યાં વિક્રાંતની પૂછપરછ કરવામાં આવી રહી છે. ચોકલેટની લાલચ આપીને બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું દ્રશ્ય છે. આ પછી, આવા ઘણા દ્રશ્યો છે જે હોંશ ઉડાવી દે છે.
શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘સ્ત્રી 2’ના નિર્માતા મેડૉક, જે આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે, તે ‘સેક્ટર 36’ લઈને આવી રહ્યા છે. તેની વાર્તા ઉત્તર પ્રદેશના નોઈડાના નિથારી ગામમાં થયેલી ભીષણ હત્યા પર આધારિત છે. આ ફિલ્મનું નિર્દેશન આદિત્ય નિમ્બાલકર દ્વારા કરવામાં આવ્યું છે.
આ ફિલ્મમાં વિક્રાંત મેસી અને દીપક ડોબરિયાલ ઉપરાંત આકાશ ખુરાના, દર્શન જરીવાલા, બહારુલ ઈસ્લામ અને ઈપશિતા ચક્રવર્તી સિંહ જેવા સ્ટાર્સ જોવા મળશે. બોધ્યાયન રોયચૌધરીએ લખેલી આ ફિલ્મનું સંપાદન એ. શ્રીકર પ્રસાદ દ્વારા કરવામાં આવ્યું છે.