જમ્મુ કાશ્મીરમાં યાત્રી બસ પર મોટો આતંકી હુમલો, 10 લોકોના મોત
જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં પાક.સમર્થિત આતંકવાદીઓએ એક યાત્રી બસ પર હુમલો કર્યો હતો જેમાં 10 લોકોના મોત થયાં હતા. આતંકવાદીઓએ બસ પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું જેને કારણે બસમાં ચીસાચીસ મચી હતી અને પ્રવાસીઓમાં જીવ બચાવવા સીટ પાછળ સંતાવા લાગ્યાં હતા.
આતંકી હુમલા બાદ બસ ઊંધી વળી ગઈ હતી અને ખીણમાં ગબડી પડી હતી. બસ કટરાથી પાછી આવી રહી હતી ત્યારે આતંકવાદીઓએ તેને નિશાન બનાવી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, આતંકવાદીઓ છુપાઈને બેઠા હતા અને જેવી બસ આવી કે તરત તેની પર અંધાધૂધ ગોળીબાર કર્યો હતો.