રાજકોટ : લોકોના કામ માટે 24X7 ‘એક્ટિવ’ રહેતાં જયમીન ઠાકરનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે એક વર્ષ પૂર્ણ
શહેરીજનોના લાભાર્થે આવનારી કોઈ પણ દરખાસ્તને ક્ષણભરમાં મંજૂર કરવી જયમીન ઠાકરની કાર્યશૈલી
૨૧ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૧૨૮૮ કરોડના કામ મંજૂર: હજુ ઘણો
વિકાસ’ થવાનો જ છે-ઠાકર
રાજકોટ મહાપાલિકાની હદમાં આવતાં કોઈ પણ વિસ્તારમાં વિકાસ કાર્ય કરવાનું હોય એટલે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂર અત્યંત આવશ્યક બની રહેતી હોય છે. ખાસ કરીને આ કમિટીના ચેરમેનની જવાબદારી મહત્ત્વની રહે છે કેમ કે તેમના વડપણ હેઠળ જ દરેક પ્રકારની દરખાસ્તને બહાલી આપવામાં આવે છે. હાલ આ જવાબદારી વોર્ડ નં.૨ના કોર્પોરેટર અને લોકોના કામ માટે ૨૪ બાય ૭ એક્ટિવ રહેતાં જયમીન ઠાકરના હાથમાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે તેમનું એક વર્ષ પૂર્ણ થયું છે જે દરમિયાન તેમણે લોકોને કાયમી યાદ રહી જાય તેવી અનેક યોજનાઓને મંજૂરી આપી છે. એકંદરે શહેરીજનોના લાભાર્થે આવનારી કોઈ પણ દરખાસ્તને ક્ષણભરમાં મંજૂર કરવી તે જયમીન ઠાકરની કાર્યશૈલી અને તેમની આગવી ઓળખ છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે એક વર્ષમાં ૨૧ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી હતી જેમાં અભૂતપૂર્વ ૧૨૮૮ કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા છે. આ રીતે જોવા જઈએ તો દરરોજ સરેરાશ ૩.૫૩ કરોડના કામને કમિટી દ્વારા લીલીઝંડી આપવામાં આવી છે.
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર સહિતના પદાધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સફળ રજૂઆત કરીને શહેરને આંતર માળખાકીય સુવિધાઓ તેમજ શહેરી સડક યોજના અંતર્ગત અત્યાર સુધીની સૌથી વધુ ૧૪૮.૩૬ કરોડની ગ્રાન્ટ મેળવી છે. પારદર્શક વહીવટના ભાગરૂપે મહાપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત કચેરીની બહાર રામવન' તેમજ
અટલ સરોવર’ સહિતના જાહેર સ્થલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકોનું સફળ આયોજન કરવાનો શ્રેય પણ જયમીન ઠાકરને જ જાય છે.
આ ઉપરાંત મહાપાલિકાની સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ થયાના અવસરે શહેરના ત્રણેય ઝોનમાં એક સાથે અલગ-અલગ કુલ ૫૦ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરાયું હતું. મહાપાલિકા દ્વારા દર વર્ષે બજેટ પ્રસ્તુત કરવામાં આવે છે ત્યારે બજેટમાં સમાવિષ્ટ યોજનાઓ માત્ર કાગળ પર જ ન રહી જાય તેની ચીવટ પણ જયમીન ઠાકર દ્વારા રાખવામાં આવી રહી છે.
આ સિવાય અરવિંદભાઈ મણિયાર હોલનું નવિનીકરણ, વધુ ચાર નવા આરોગ્ય કેન્દ્રો, ૧૫૧ સ્માર્ટ સોસાયટીને સફાઈલક્ષી બમણી ગ્રાન્ટ, ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિ.કમિશનરને પોતપોતાના કાર્યક્ષેત્રના ઝોનમાં વિકાસ કામો માટે સૌપ્રથમ વખત ૧૫ લાખની ગ્રાન્ટ ફાળવવાની પ્રથા પણ જયમીન ઠાકર દ્વારા જ શરૂ કરવામાં આવી હતી.
વડિલો તેમજ દિવ્યાંગોના આશીર્વાદ લેવાનું પણ જયમીન ઠાકર ચૂક્યા નથી. તેમણે વરિષ્ઠ નાગરિકો તેમજ દિવ્યાંગો માટે સિટી બસ અને બીઆરટીએસ બસમાં ફ્રી મુસાફરી, મહાપાલિકા હસ્તકની લાયબ્રેરીમાં ફ્રી સભ્યપદ સહિતની યોજનાઓનો અમલ પણ શરૂ કરાવ્યો છે.