કેલિફોર્નિયાના જંગલોમાં આગ લાગ્યા બાદ લોસ એન્જેલસમાં ભારે કટોકટી : કમલા હેરીસ નું ઘર ખાલી કરાવ્યું
કેલિફોર્નિયા રાજ્યના જંગલોમાં આગ લાગ્યા બાદ લોસ એન્જેલસમાં ભારે કટોકટી સર્જાઇ છે. લોસ એન્જેલસ આસપાસના 42 સ્ક્વેર માઈલ વિસ્તારમાં પ્રસરેલી આગને કાબુમાં લેવાના તમામ પ્રયત્નો થતાં અનિયંત્રિત રીતે અગનજ્વાળાઓની આગેકુચ જારી
રહેતા પરિસ્થિતિ ગંભીર બની છે. જંગલ થી શરૂ થયેલા દવ શહેરી વિસ્તારોમાં પહોંચતા એક અસામાન્ય પગલા તરીકે ચાર નગરોને ફરજિયાત રીતે ખાલી કરાવવામાં આવ્યા હતા. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસનું લોસ એન્જેલસ ખાતેનું મકાન પણ ખાલી કરાવાયું હતું.
કેલિફોર્નિયાના ગવર્નર ગેવાન ન્યુસોમના જણાવ્યા મુજબ લોસ એન્જેલસ નજીકનું પેસિફિક પેલીસેડ્સ નજર આખું ખાલી કરી દેવાયું હતું. એ જ રીતે સન ફર્નાન્ડો બેલ, સાંતા મોનિકા અને અલ્ટલનો નગરોને પણ ફરજિયાત ખાલી કરાવવાની ફરજ પડી હતી. પેસટેના નગરમાં મકાનો એક પછી એક આગની લપેટમાં આવવામાં લાગતા ભારે હતી અને લોકો ઘરવખરી મૂકી અને લાસ વેગાસમાં આશરો લેવા દોડી ગયા હતા. પેલીસેડ્સ ની આર્ટ ગેલેરી અને વ્યાપારી સંકુલો રાખમાં પરિવર્તિત થઈ ગયા હતા. એકલા પેસેડેના નગરમાં 1500 ઇમારતો ખાક થઈ હતી.એ એક જ શહેરમાંથી એક લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
હજારો એકર વિસ્તારમાં છ અલગ અલગ આગ
પેરેડાઇઝ ફાયર: માલીબુ અને સાંતા મોનિકા વચ્ચે
15000 એકર વિસ્તાર આગની લપેટમાં
ઈટન ફાયર : અલ્ટડેનામાં 10000 એકરમાં આગ ફેલાઈ. સેકડો મકાનો નાશ. વધુ 13,000 ઇમારતો પર જોખમ
હર્સ્ટ ફાયર : 855 એકર વિસ્તારમાં બધું સળગીને રાખ
લિડિયા ફાયર: 348 એકર વિસ્તારમાં ભારે તબાહી
સન સેટ ફાયર : હોલીવુડ હીલ લના 60 એકર વિસ્તારમાંઅગન તાંડવ
વુડલી ફાયર: 30 એકરમાં વિનાશ સર્જાયા બાદ આગ પર કાબૂ મેળવાયો.
અનેક હોલીવુડ સ્ટાર્સના મકાનો અને સ્મારકો રાખ થઈ ગયા
સન સેટ ફાયરને કારણે હોલીવુડ હિલમાં અનેક ટીવી સ્ટાર અને ફિલ્મ સ્ટારના વૈભવી મકાનો રાખમાં ફેરવાઈ ગયા હતા. ટીવી સ્ટાર કેમેરોન મેથીસન 13 વર્ષથી રહેતા હતા એ મકાન નાશ પામ્યું હતું. તેમણે કહ્યું કે હું આ મકાનને પ્રેમ કરતો હતો. હજુ ચાર દિવસ પહેલા જ મારી પુત્રીએ તેના સંતાનોનો આ ઘરમાં ઉછેર કરવાની ઈચ્છા દર્શાવી હતી. અનેક ફિલ્મી સિતારાઓ નજર સામે જ પોતાના મકાનોને સળગતા જોઈ અને ખિન્ન થઈ ગયા હતા. 1930 ના દાયકાના સૌથી વધુ લોકપ્રિય
સ્ટાર હ્યુમરિસ્ટ વીલ રોજર્સ નું ઐતિહાસિક મકાન તેમજ તેણે દાનમાં આપેલી દીધેલ ટોપંગા ફાર્મનું
અસ્તિત્વ ભૂસાઈ ગયું હતું. એક્ટર કોમેડિયન બીલી ક્રિસ્ટલ નું મકાન પણ નાશ પામ્યું હતું. યુજેન લેવી, આદમ બોર્ડી અને તેના પત્ની લાઇટોન મિસ્ટર, અન્ના કેડીરા, જેમ્સ વુડ્સ, હેઇડી મોરિસન અને સ્પેનસ પાર્ટ ના આલીશાન મકાનો ભૂતકાળ બની ગયા હતા.તો લાખો કરોડો ચાહકો ધરાવતા માર્ક હેવીલ, પેરિસ હિલ્ટન, જેમી લી કર્ટિસ, જેમી લી કર્ટિસ, મેન્ડી મુર,
મારિયા શ્રીવર, એસ્ટન કૂપર, જેમ્સ વુડ્સ અને
લેઇટન મિસ્ટર જેવા ફિલ્મી સીતારાઓના રહેણાંકો જોખમમાં મુકાઈ ગયા હતા.
હોલીવુડનો ઐતિહાસિક વિસ્તાર જોખમમાં
લોસ એન્જેલસ માં આવેલ પ્રખ્યાત હોલીવુડ બોઉલવર્ડ સ્ટ્રીટને હોલીવુડની ઐતિહાસિક વિરાસત માનવામાં આવે છે. દર વર્ષે લાખો લોકો તેની મુલાકાત લે છે. અગનજ્વાળાઓ એ વિસ્તારની નજીક પહોંચી જતા એ આઇકોનિક સ્થળ પણ જોખમમાં મુકાઈ ગયું હતું. આ સ્ટ્રીટમાં ધ વોક ઓફ ફેમ, અનેક ફિલ્મી સિતારાઓના હાથ અને પગની છાપ જ્યાં પ્રદર્શિત કરવામાં આવી છે એ ટીસીએલ ચાઈનીઝ થિયેટર તેમ જ જ્યાં ઓસ્કાર એવોર્ડ સમારોહ યોજાય છે એ ડોલ્બી થિયેટર જેવા મહત્વની ઇમારતો આવેલી છે.