કાઠમાંડુંથી ઇસ્તંબુલ જતી ફ્લાઇટનું કોલકાતા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ: એન્જિનમાં આગ લાગી હોવાની આશંકા, 236 મુસાફરોનો ચમત્કારિક બચાવ
છેલ્લા ઘણા સમયથી ફ્લાઇટના ઇમરજન્સી લેન્ડિંગની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કોલકત્તા એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કાઠમાંડુંથી ઇસ્તંબુલ જતી તુર્કીની એરલાઇન્સની ફ્લાઇટના જમણા એન્જિનમાં આગ લાગતાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કોલકાતા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ બાદ વિમાનમાં સવાર તમામ 236 મુસાફરો સુરક્ષિત હતા. હાલ વિમાનની તપાસ કરવામાં આવી રહી છે.
236 મુસાફરો સુરક્ષિત
અહેવાલો અનુસાર, ટર્કિશ એરલાઇન્સ 727 વિમાનના કેપ્ટને કોલકાતા એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને જમણા એન્જિનમાં આગ લાગતાં કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે લેન્ડિંગ પછી તમામ 236 મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા.
Kolkata Airport | Full emergency landing of Turkish 727, from Kathmandu to Istanbul at Kolkata airport. The Captain informed Kolkata ATC about a possible fire on the right engine. The aircraft is at Kolkata airport now. An inspection is going on. https://t.co/tMDpuMNJn3 pic.twitter.com/UYyE2JR7jI
— ANI (@ANI) February 4, 2026
બપોરે 2:49 વાગ્યે કોલકાતા એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ
કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ (NSCBI) એરપોર્ટના એરપોર્ટ ડિરેક્ટરે જણાવ્યું હતું કે કાઠમંડુથી ઇસ્તંબુલ જતી ટર્કિશ એરલાઇન્સની ફ્લાઇટ 727એ ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. કેપ્ટને કોલકાતા ATC ને જાણ કરી હતી કે જમણા એન્જિનમાં આગ લાગી હોવાની શક્યતા છે. વિમાન બપોરે 2:49 વાગ્યે કોલકાતા એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું હતું.
ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટનું પણ ઈમરજન્સી લેન્ડિંગ
બે દિવસ પહેલા, રવિવારે ઈન્ડિગો એરલાઈન્સની એક ફ્લાઈટનું વારાણસીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બોમ્બ હોવાની ધમકી મળી હતી. ત્યારબાદ, વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જોકે, શોધખોળ દરમિયાન કોઈ વિસ્ફોટક મળી આવ્યો ન હતો. ત્યારબાદ અધિકારીઓએ સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો :જેતપુર પાલિકાના ચીફ ઓફિસરે RTIમાં ખોટી માહિતી આપીને અરજદારને ગેરમાર્ગે દોર્યા: 10 હજારનો દંડ ફટકારતા સરકારી આલમમાં ફફડાટ
બોમ્બ હોવાની માહિતી ધરાવતો કાગળનો ટુકડો મળી આવ્યો’તો
અગાઉ, વિમાનમાંથી એક કાગળનો ટુકડો મળી આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે બોર્ડમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને તે ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે છે. ત્યારબાદ તરત જ, ક્રૂ મેમ્બરોએ એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી. ત્યારબાદ વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. પોલીસે જણાવ્યું હતું કે વારાણસી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગની માહિતી મળતાં, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ફાયર એન્જિન, CISF કર્મચારીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રોટોકોલ મુજબ મુસાફરોની પણ તપાસ કરવામાં આવી હતી.
