જસદણના આટકોટ રોડ પર હિરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરતાં યુવકને તેની પૂર્વ પ્રેમિકાના પતિએ બેફામ માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
દિનેશ ચોથાભાઈ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું કે પાંચ વર્ષ પહેલાં તે બાબરાના ખાનપર ગામે રહેતો હતો ત્યારે તેને રેખા નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. જો કે રેખા હરેશ નામના યુવક સાથે પરણી હતી જેની હત્યા થતાં રેખા અને દિનેશનું નામ આવતાં બન્ને જેલમાં ગયા હતા. જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ દિનેશ જસદણ રહેવા આવી ગયો હતો રેખાના મનિષ બારૈયા નામના શખ્સ સાથે ભડલી ગામે લગ્ન થયા હતા. દરમિયાન 14 એપ્રિલે રેખાનો દિનેશ ઉપર ફોન આવ્યો હતો કે તે બાબરા પોલીસ મથકે જઈ રહી છે.
આ ફોન મુક્યાની થોડી જ વારમાં રેખાનો પતિ મનિષ ઉર્ફે મુન્નો અને એક શખ્સ દિનેશ પાસે આવી પહોંચ્યા હતા અને રેખા દિનેશના ઘરમાં જ છુપાયેલી હશે તેવી શંકા રાખી તેને ઘેર લઈ ગયા હતા ત્યાં બેફામ માર માર્યો હતો. આ પછી બન્ને દિનેશને બાઈક પર બેસાડી વાડીએ લઈ ગયા બાદ ત્યાં પણ ધોકાવ્યો હતો. જો કે બાદમાં મનિષને ફોન આવ્યો હતો કે રેખા બાબરા પોલીસ મથકમાં બેઠી છે ! આવો ફોન આવતાં જ દિનેશને ભડલી હોટેલ ઉતારીને નાસી ગયા હતા