નાસિકમાં કેવી રીતે સર્જાઇ ભારે અશાંતિ ? શું છે મામલો ? જુઓ
મહારાષ્ટ્રના નાસિકમાં મંગળવારે રાત્રે, એક ચોક્કસ સમુદાયના ટોળાએ ગેરકાયદેસર દરગાહ તોડી પાડવા ગયેલા પોલીસ અને મ્યુનિસિપલ અધિકારીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટના મંગળવારે મોડી રાત્રે નાશિકના કાઠે ગલી વિસ્તારમાં બની હતી.
મહાનગરપાલિકાએ 15 દિવસમાં ગેરકાયદેસર દરગાહ દૂર કરવા માટે નોટિસ ફટકારી હતી, પરંતુ દરગાહ સમિતિએ તેના પર કોઈ કાર્યવાહી કરી ન હતી. જેના પગલે મ્યુનિસિપલ અધિકારીઓએ કાર્યવાહી કરી અને તેને દૂર કરવા માટે મધ્યરાત્રિએ સતપીર દરગાહ પર પહોંચ્યા હતા. પોલીસ સહિતના કર્મીઓ પર પથ્થરમારો થયો હતો. વાહનો સળગાવી દેવાયા હતા . જો કે મોડેથી પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લઈ લીધી હતી.
મંગળવારે મહારાષ્ટ્રના નાસિકમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા દરમિયાન થયેલી હિંસક અથડામણમાં 21 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. નાશિક મ્યુનિસિપલ કોર્પોરેશને બુલડોઝરથી કાર્યવાહી કરી, જેનો ભારે વિરોધ થયો. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. તોફાનમાં ઘાયલ થયેલા કેટલાક પોલીસમેનની હાલી ગંભીર જણાવાઈ છે
આ કાર્યવાહી હાઈકોર્ટના આદેશ મુજબ કરવામાં આવી હતી, પરંતુ તેનો અમલ થતાં જ ભીડે તેનો જોરદાર વિરોધ કર્યો. આ પછી, મંગળવારે રાત્રે, હાઈકોર્ટના નિર્દેશ મુજબ, દરગાહ ટ્રસ્ટીઓએ જાતે દરગાહ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને વિરોધ શરૂ કર્યો. ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરતાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ. એટલું જ નહીં, ટોળાએ તે મુસ્લિમ નેતાઓ પર પણ હુમલો કર્યો જે લોકોને શાંત કરવા આવ્યા હતા.