જમ્મુ-કાશ્મીર : LOC પર આતંકીના 42 લોન્ચ પેડ, 130 થી વધુ આતંકીઓ છૂપાયેલા, ગુપ્તચરોએ આપ્યો ચિંતાજનક અહેવાલ
પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુપ્તચરો દ્વારા એક અહેવાલ અપાયો છે જે ચિંતાજનક છે . તેમઆ એવી માહિતી અપાઈ છે કે હાલમા એલઓસી પર 42 જેટલા લોન્ચ પેડ છે અને તેમઆ અનેક આતંકીઓ સામેલ છે. કાશ્મીર અને જમ્મુ પ્રદેશમાં અત્યારે પણ 130 થી વધુ આતંકીઓ છૂપાયેલા છે .
અહેવાલમાં જણાવ્યા મુજબ કાશ્મીર ખીણમા 75 જેટલા આતંકીઓ છે અને જમ્મુ, રાજૌરી તથા પૂંછમા 65 આતંકીઓ હોવાની માહિતી મળી રહી છે. આ બધા અત્યારે લોન્ચ પેડમાં છે. આમ પાકિસ્તાનો અને આતંકીઓનો ડોળો હજુ પણ કાશ્મીર પર છે અને ગમે તેમ કરીને આલોકો કાશ્મીર પડાવી લેવા માંગે છે . 18‘જૈશ-એ-મોહમ્મદ’ના, 3 હિઝબુલ મુજાહિદ્દીનના અને 35 જેટલા ‘લશ્કર-એ-તૈયબા’ના આતંકી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ આંકડા સુરક્ષા દળો દ્વારા જાળવવામાં આવેલા રેકોર્ડમાં દર્શાવાયા છે. જો કે તેના કરતાં પણ વધારે આતંકીઓ હોવાની શંકા છે .
પહેલગામના હુમલાની જવાબદારી ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’નામના આતંકવાદી જૂથે સ્વીકારી છે, પરંતુ સુરક્ષા દળો અને નિષ્ણાતોએ એમનો દાવો એમ કહીને ફગાવી દીધો છે કે, હુમલા પાછળ અસલી હાથ લશ્કર-એ-તૈયબાનો છે અને લશ્કર-એ-તૈયબા પાકિસ્તાનની જાસૂસી સંસ્થાનું પ્યાદું છે. ટૂંકમાં, આ હુમલાનું કાવતરું પાકિસ્તાને કર્યું છે. સુરક્ષા દળોનો રિપોર્ટ કહે છે કે, જમ્મુ-કાશ્મીરમાં 17 સ્થાનિક આતંકવાદીઓ પણ છે. ‘રાષ્ટ્રીય તપાસ એજન્સી’ધ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી આ મુદ્દે તપાસ હાથ ધરે તેવી શક્યતા છે. ટીમ શ્રીનગર પહોંચી ગઈ છે