એક પરિવારના કેટલા સભ્યો આયુષ્માન કાર્ડ બનાવી શકે ? જાણો કોને મળી શકે છે 5 લાખ સુધીની મફત સારવાર
હવે દેશમાં ૭૦ વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને આયુષ્માન ભારત (સ્વાસ્થ્ય વીમા યોજના) હેઠળ આવરી લેવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બધવારે આપી હતી. તેમણે મોડી સાંજે કેબિનેટ બ્રીફિગ દરમિયાન એમ પણ કહ્યું કે ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે, જ્યારે તેનાથી છ કરોડ વરિષ્ઠ નાગરિકો અને ૪.૫ કરોડ પરિવારોને ફાયદો થશે. આ યોજના હેઠળ પહેલાથી જ આવરી લેવામાં આવેલા પરિવારોને તેમના પરિવારના વડીલો માટે ૫ લાખ રૂપિયાનું વણયાનું કવરેજ મળશે.
કેન્દ્રની મજૂરી સાથે, ૭૦ વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો,તેમની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમા લીધા વિના, લાભો મેળવવા માટે પાત્ર બનશે. પાત્ર વરિષ્ઠ નાગરિકોને યોજના હેઠળ એક નવુ યુનિક કાર્ડ આપવામા આવશે. પહેલેથી જ આવરી લેવાયેલા પરિવારોમાંથી ૭૦ વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને પોતાના માટે વાર્ષિક રૂ. ૫ લાખ સુધીનુ વધારાનુ ટોપ-અપ કવર મળશે (જે તેમણે અન્ય સભ્યો સાથે શેર કરવુ પડશે નહીં).
કુટુંબના કેટલા સભ્યો માટે કાર્ડ બનાવી શકાય ?
જ્યારે સરકાર દ્વારા કોઈ યોજના શરૂ કરવામાં આવે છે, ત્યારે તે તેની સાથે યોગ્યતા સંબંધિત વિગતો પણ જાહેર કરે છે. અહીં અમે જણાવી રહ્યા છીએ કે એક જ પરિવારના કેટલા લોકો આયુષ્માન કાર્ડ બનાવી શકે છે. તો અમે તમને જણાવી દઈએ કે આ સરકારી યોજનામાં જરૂરિયાતમંદોને સુવિધા આપવા માટે આવી કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. તેનો અર્થ એ છે કે, એક પરિવારના જેટલા લોકો આયુષ્માન કાર્ડ બનાવી શકે છે, પરંતુ આ તમામ પરિવારના સભ્યો આ યોજના માટે પાત્ર હોવા જોઈએ.
આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
આયુષ્માન ભારત યોજના હેઠળની પાત્રતા વિશે વાત કરીએ તો, ગ્રામીણ વિસ્તારોમાં રહેતા તમામ લોકો, આદિવાસી, અનુસૂચિત જાતિ અથવા જનજાતિના નિરાધાર અથવા અપંગ અથવા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા અથવા રોજિંદા મજૂર તરીકે જીવનનિર્વાહ કમાતા તમામ લોકો આ યોજના માટે પાત્ર છે યોજના હેઠળ પાત્ર છે. તમે પાત્રતાની માહિતી ઓનલાઈન મેળવી શકો છો.
- અધિકૃત વેબસાઇટ pmjay.gov.in ની મુલાકાત લો.
- હોમપેજ પર ‘Am I Eligible’ વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તમારે તમારો 10 અંકનો મોબાઈલ નંબર સબમિટ કરવો પડશે.
- આ પછી, જરૂરી જગ્યાએ નંબર પર પ્રાપ્ત OTP ભરો.
- હવે સ્ક્રીન પર તમારું રાજ્ય પસંદ કરો, પછી મોબાઇલ નંબર, રેશન કાર્ડ નંબર દાખલ કરો.
- આ પછી, તમે પાત્ર છો કે નહીં તેની સંપૂર્ણ વિગતો તમારી સ્ક્રીન પર દેખાશે.
આ રીતે તમે તમારું આયુષ્માન કાર્ડ બનાવી શકો છો
આ ઉપરાંત, જો તમે આ સરકારી યોજનાનો લાભ મેળવવા માંગતા હો, તો તમે ટોલ ફ્રી નંબર 14555 પર કૉલ કરીને સરળતાથી તમારી યોગ્યતા જાણી શકો છો. જો તમે પાત્ર છો, તો તમે નજીકના CSC કેન્દ્ર પર જઈ શકો છો અને તમારા દસ્તાવેજો સાથે અરજી કરી શકો છો. અરજી કરતી વખતે જે દસ્તાવેજો પૂછવામાં આવે છે તેમાં આધાર કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ સિવાય એક સક્રિય મોબાઈલ નંબર જરૂરી છે.