ઓટો સેક્ટર ની મંદી પછી હવે આઇ.ટી સેક્ટર પર પણ ભારે દબાણ
અમેરીકાના આઇટી શેરોના પગલે ભારતીય આઇ.ટી શેરો પણ ડાઉન
બુધવારે શેર બજારમાં આઇ.ટી સેક્ટર ના શેરોમાં કડાકા બોલી ગયા છે. આઇ.ટી સેક્ટર પર દબાણ વધ્યું છે. વૈશ્વિક મંદિ ની અસર પણ સેક્ટર પર જોવા મળી છે.ટેરીફ વોર ના કારણે ઘણી બધી કંપનીઓના ગણિત ખોટા પડશે.ડોલર ઇન્ડેક્સ પણ આઈ.ટી કંપનીને અસર કરતા રહેશે.અનિશ્ચિતતા નો માહોલ છવાયો છે. ત્યારે મહદ અંશે આઈ.ટી શેરોના ભાવો પણ ટકાવી રાખવા મુશ્કેલ બન્યા છે.કંપનીઓની નફાશક્તિ પર પણ મોટી અસર આગામી સમયમાં જોવા મળશે.
આઇ.ટી સેક્ટર ની મુખ્ય કંપનીઓના શેરોના ભાવોની વાત કરીએ તો છેલ્લા ત્રણ મહિનામાં જ નિફ્ટી આઈ.ટી માં 20% થી વધુનો ઘટાડો થયો છે.શેરોના ભાવોમાં 15% થી લઈને આશરે ૩૩% સુધી આઇ.ટી સેક્ટર ના શેરોના ભાવ બગડ્યા છે,ઘટ્યા છે.ટી.સી.એસ,ઇન્ફોસીસ,વીપ્રો,એચ.સી.એલ અને ટેક મહિન્દ્રા જેવી કંપનીઓ ના ભાવો ઘટતા રોકાણકારો મૂંઝાયા છે. કારણકે દિગ્ગજ કંપનીઓના ભાવો તૂટી રહ્યા છે.
આઇ.ટી સેક્ટરમાં 52 વીક ની વાત કરીએ તો 52 વીક માં પણ 7% થી લઈને 25% સુધી શેરોના ભાવ ઘટ્યા છે.આઇ.ટી શેરોમાં રોકાણકારોને નેગેટીવ રીટર્ન મળવાનું શરૂ થયું છે.અમેરિકન ડોલરની અસર પણ જોવા મળી છે.
હાલ અમેરીકા ની પણ દિગ્ગજ આઈ.ટી કંપનીઓ પણ મંદી ના ઘેરામાં છે.અમેરિકન આઈ.ટી સેક્ટર પણ મંદીની ચપેટ મા છે.અમેરિકન આઈ.ટી સેક્ટર 15% થી 50% સુધી ડાઉન છે. જેમાં ટેસ્લા જેવી દિગ્ગજ કંપનીના શેર તેના 52 વીક હાઈથી 52% ડાઉન થયા છે. માઈક્રોચિપ ના ઉત્પાદન મા ચાલતા તણાવ ને પગલે એન્વિડિયા ના શેરો 26% સુધી ધોવાયા છે.આ ઉપરાંત મેટા, એમેઝોન,આલ્ફાબેટ, માઈક્રોસોફ્ટ અને એપલ જેવી કંપનીના શેરોમાં એવરેજ 15 થી 20% નો કડાકો નોંધાયો છે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર હાલમાં દરેક ક્ષેત્રમાં મંદીનું વાતાવરણ છે.શરૂઆતમાં ઓટો સેક્ટર અને હાલમાં આઇ.ટી સેક્ટરમાં કડાકા બોલી રહ્યા છે. આવનારા દિવસોમાં કયા સેક્ટર પર વધુ દબાણ થશે , તે કહેવું મુશ્કેલ છે. હાલમાં તો શેર બજારમાં નાણા રોકનાર વર્ગ નિરાશ જોવા મળી રહ્યો છે.