સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો ડંકો કેવી રીતે વાગ્યો ? જુઓ
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો ડંકો વાગી ગયો છે. અનેક મહત્વના એકમોમાં ભારતને જવાબદારી સોંપવામાં આવી છે. સૌથી મહત્વની જવાબદારી આંતરરાષ્ટ્રીય નાર્કોટિક નિયંત્રણ બોર્ડની અપાઈ છે. ભારતના જગજીત પવાડિયાએ આ બોર્ડમાં સતત ત્રીજી વાર નિયુક્ત થઈને એક મોટી સફળતા મેળવી છે.
આ ઉપરાંત ભારતને 2025 થી 2027 સુધી મહિલા સશક્તિકરણ અને જેન્ડર ઇકવાલીટી માટે સંયુક્ત રાષ્ટ્રના કાર્યકારી બોર્ડ તેમજ વિશ્વ ફૂડ કાર્યક્રમ માટેના કાર્યકારી બોર્ડમાં સ્થાન અપાયું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત રુચિરા કંબોજએ એમ કહ્યું છે કે ભારત વિશ્વને પોતાનો પરિવાર ગણીને સેવા આપશે.
ભારતને આપવામાં આવેલા બધા જ પ્રકારના બોર્ડમાં રચનાત્મક કામગીરી કરવામાં આવશે. બધાને સંતોષ થાય તે રીતે ભારત કામ કરશે. અનેક એકમોમાં ભારતને જવાબદારી અપાઈ છે ત્યારે ભારત પણ અપેક્ષા મુજબ જ કામગીરી દેખાડશે.
ખાસ કરીને આંતરરાષ્ટ્રીય નાર્કોટિક કંટ્રોલ બોર્ડની કામગીરી ગંભીરતા સાથે ભારત કરશે અને આજે આખું વિશ્વ આ સમસ્યાથી પીડાય છે ત્યારે તેને નિયંત્રિત કરવા માટે ભારત પૂરતા પગલાં સૂચવશે.