આજે પાછો સોનાના ભાવમાં ભડકો… જાણો આજનો લેટેસ્ટ ભાવ
બુલિયન માર્કેટમાં એકવાર ફરીથી તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવ 2 અઠવાડિયાના નીચલા સ્તરેથી પાછા ઉછળ્યા છે. MCX પર સોના અને ચાંદીમાં મજબૂતી જોવા મળી છે. વાસ્તવમાં રોકાણકારોને અમેરિકી આર્થિક આંકડાનો ઈન્તેજાર છે. જેના પગલે કોમેક્સ ઉપર જો કે સોના અને ચાંદીમાં સુસ્તી જોવા મળી છે. આજે સોના અને ચાંદીના ભાવમાં શું ફેરફાર થયો તે ખાસ જાણો.
ઘરેલુ બજારમાં સોનું
ભારતીય બુલિયન માર્કેટમાં સોનાના ભાવ ચડ્યા છે. MCX પર સોનાના ભાવ લગભગ 60 રૂપિયા ચડીને 71091 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેડ થતું જોવા મળ્યું. જ્યારે તેનો ઓલટાઈમ હાઈ 73958 રૂપિયા છે. ચાંદી પણ 350 રૂપિયાની મજબૂતી સાથે 81030 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે.
શરાફા બજારમાં સોનાના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 621 રૂપિયા ઉછળીને 72219 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 569 રૂપિયા ચડીને 66153 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી જો કે 20 રૂપિયાના સામાન્ય ઘટાડા સાથે 79987 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે જોવા મળી છે.
ગ્લોબલ માર્કેટમાં સોનું
ગ્લોબલ માર્કેટમાં સોના અને ચાંદીના રેટ્સ સપાટ ટ્રેડ થઈ રહ્યા છે. કોમેક્સ પર સોનાનો ભાવ 2340 ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળ્યો છે. જ્યારે ચાંદી પણ 27.46 ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળી છે. રોકાણકારોની નજર અમેરિકી મેક્રોનોમિક ડેટા પર છે, જેમાં ગુરુવારે GDP અને શુક્રવારે પર્સનલ સન્ઝમ્પશન એક્સપેન્ડેચર એટલે કે PCE ના આંકડા આવશે.
સોના અને ચાંદી પર બ્રોકરેજ આઉટલૂક
Emirates NBDએ કહ્યું કે હાલના સ્તરથી સોનું અને ચાંદી 2 ટકા ગગડવાની શક્યતા છે. ઘરેલુ બ્રોકરેજ ફર્મ Nirmal Bang એ સોના પર 69,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ટાર્ગેટ આપ્યો છે. જ્યારે ચાંદી પર 77,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ટાર્ગેટ આપ્યો છે. જ્યારે મોતીલાલ ઓસવાલે કોમેક્સ પર સોનાના 2240 ડોલર પ્રતિ ઔંસનો ટાર્ગેટ આપ્યો છે. ચાંદી પર 26.40 ડોલર પ્રતિ ઔંસનો ટાર્ગેટ આપેલો છે.