ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા સામે એફઆઇઆર
રાષ્ટ્રીય મહિલા પંચના પ્રમુખે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યાની ફરિયાદ કરી હતી.
ગયા વર્ષે કેશ ફોર ક્વેરી કૌભાંડના આરોપોનો સામનો કરી રહેલા ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા હવે ફરી એક નવા કેસમાં ફસાયા છે. એક વિવાદીત નિવેદન કરવા બદલ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના સાયબર યુનિટે મોઇત્રા સામે રવિવારે એફઆઈઆર દાખલ કરી હતી.
મહુઆ પર આરોપ છે કે તેણે સોશિયલ મીડિયા સાઇટ X પર પોતાની પોસ્ટમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. મહિલા આયોગે શુક્રવારે દિલ્હી પોલીસને ફરિયાદ આપી હતી. અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ મહુઆ મોઇત્રા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
મહુવા મોઇત્રાએ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. મોઈત્રાએ એક વીડિયો પર કોમેન્ટ કરી હતી જેમાં રેખા શર્મા હાથરસની મુલાકાતે આવ્યાં હતા જેમાં એક માણસ તેમની પર છત્રી ખુલ્લી રાખીને ચાલતો દેખાયો હતો આ પછી યૂઝર્સ દ્વારા એવું કહેવામાં આવ્યું કે રેખા શર્મા તેમની જાતે છત્રી ઓઢીને કેમ ચાલતા નથી, મોઈત્રાએ આ વીડિયો પર કોમેન્ટ કરતાં કહ્યું હતું કે રેખા શર્મા બોસનો પાયજામો પકડવામાં બિઝી છે બસ તેમની આ ટીપ્પણી પર કમઠાણ સર્જાયું હતું.