ફાસ્ટફૂડ લવર્સ ચેતજો! ભોજનમાં માત્ર ફાસ્ટફૂડ જ ખાવાની ટેવને લીધે 16 વર્ષની વિદ્યાર્થીનીએ જીવ ગુમાવ્યો,જાણો શુ છે સમગ્ર ઘટના
ભોજનમાં માત્ર ફાસ્ટફૂડ જ લેવાની ટેવ કેવી જોખમી સાબિત થઇ શકે છે તે ઉત્તરપ્રદેશનાં અમરોહાની 16 વર્ષની એક વિદ્યાર્થીનીનાં કિસ્સા ઉપરથી બહાર આવ્યું છે. અહીની તેજસ્વી વિદ્યાર્થિની આહાના ખાનનું ફાસ્ટ ફૂડ ખાવાની આદતને કારણે મૃત્યુ થયું છે. સતત જંક ફૂડ ખાવાથી તેના આંતરડામાં ગંભીર ચેપ લાગ્યો હતો, જે અંતે હાર્ટ એટેકમાં પરિણમ્યો હતો.
અમરોહાના મોહલ્લા અફઘાનન વિસ્તારમાં રહેતા મન્સૂર ખાનની પુત્રી આહાના હાશ્મી ગર્લ્સ ઇન્ટર કોલેજમાં 11 મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. આહાનાને પિઝા, બર્ગર, મોમો અને ચાઉ મેઈન જેવા ફાસ્ટ ફૂડ પ્રત્યે ભારે આકર્ષણ હતું. પરિવારના અવારનવારના રોકટોક છતાં તેણે ફાસ્ટ ફૂડ ખાવાનું ચાલુ રાખ્યું, તેના કારણે તેનું વજન વધીને 70 કિલો થઈ ગયું હતું
સપ્ટેમ્બર 2025થી આહાનાને પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ થઈ હતી. 30 નવેમ્બરના રોજ જ્યારે તેની સ્થિતિ વધુ બગડી, ત્યારે તેને મુરાદાબાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાંના અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટે ડોક્ટરોને પણ ચોંકાવી દીધા હતા. ફાસ્ટ ફૂડના વધુ પડતા સેવનને કારણે તેના આંતરડામાં ગંભીર ચેપલાગ્યો હતો અને તેમાં છિદ્રો પડી ગયા હતા. ડોક્ટરોએ 2 ડિસેમ્બરે તાત્કાલિક સર્જરી કરીને આંતરડાની સમસ્યા ઠીક કરી હતી. ઓપરેશન બાદ તે ઘરે પરત ફરી હતી, પરંતુ તેનું વજન સતત ઘટવા લાગ્યું હતું.
18 ડિસેમ્બરે ફરી તબિયત લથડતા તેને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સારવાર દરમિયાન આહાનાને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો અને તેણે દમ તોડ્યો હતો.
